અમરેલીનાં ચકકરગઢ દેવળીયા ગામે નદીમાં ડુબી જતાં પ્રૌઢનું મોત

27 September 2022 10:49 AM
Amreli
  • અમરેલીનાં ચકકરગઢ દેવળીયા ગામે નદીમાં ડુબી જતાં પ્રૌઢનું મોત

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.27
અમરેલી તાલુકાનાં ચકકરગઢ દેવળીયા ગામે રહેતા ધીરૂભાઈ અરજણભાઈ પીપળીયા નામનાં 4પ વર્ષીય પ્રૌઢ તા. ર4 સાંજથી તા. રપ નાં સવારનાં સમય દરમિયાન શેત્રુંજી નદીનાં પટ્ટમાં ન્હાવા ગયેલ હોય. ત્યારે પગ લપસી જતાં અથાવ તો ન્હાવા પડતા એમ કોઈપણ રીતે તેઓ પાણીમાં જતાં નદીનાં પાણીમાં ડૂબી જતાં તેમનું મૃત્યુ નિપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

માર માર્યો
લીલીયા તાલુકાનાં ક્રાંકચ ગામે રહેતા પરેશગીરી હસુગીરી ગોસાઈ નામનાં 34વર્ષીય રત્ન કલાકાર યુવકનાં મોટા બાપુએ સામાવાળા દાદભાઈ દિલુભાઈ ખુમાણનાં સગા વિરૂધ્ધ આશરે બે વર્ષ પહેલા ફરિયાદ કરેલ હોય. તે વાતનું મનદુ:ખ રાખી સામાવાળા ઉદાભાઈ દિલુભાઈ ખુમાણ સહિત ર ઈસમોએ રત્ન કલાકાર યુવક સાથે બોલાચાલી કરી ધારીયુ તેમજ લોખંડનાં પાઈપ વડે ફેકચર જેવી ઈજા કર્યાની ફરિયાદ લીલીયા પોલીસમાં નોંધાઈ છે.


Advertisement
Advertisement
Advertisement