ધોરાજી ખાતે ભાકુંભાજી યુવક મંડળની ભુલકા ગરબીમાં બાળાઓ દ્વારા માતાજીની આરાધના

27 September 2022 10:51 AM
Dhoraji
  • ધોરાજી ખાતે ભાકુંભાજી યુવક મંડળની ભુલકા ગરબીમાં બાળાઓ દ્વારા માતાજીની આરાધના

બાળાઓને દરરોજ લાણીનું કરાતુ વિતરણ


ધોરાજી તા.27
ધોરાજીના સ્ટેશન પ્લોટ ખાતે ભાકુંભાજી યુવક મંડળ દ્વારા ભુલકા ગરબીનું છેલ્લા ઘણા વર્ષોથી ભવ્યાતિભવ્ય આયોજન ગોંડલ બાપુના વખતથી કરવામાં આવે છે.
આ વર્ષે પણ ભાકુંભાજી યુવક મંડળ દ્વારા ભુલકા ગરબીનું સુંદર મજાનું આયોજન કરાયેલ છે. તેમાં 400થી વધારે બાળાઓ પોતાની શૈલીમાં રાસ ગરબા રમીને માતાજીની ભક્તિ કરે છે.આ ભુલકા ગરબીમાં દરરોજ અલગ અલગ પ્રકારની લાણી વિતરણ કરવામાં આવે છે.

તો ધોરાજીની ધર્મપ્રેમી જનતાને ભાકુંભાજીપરા યુવક મંડળ દ્વારા નિમંત્રણ પાઠવાયેલા છે.આ ગરબીને સફળ બનાવવા અરવિંદજી કાપડીયા (એડવોકેટ), પાર્થ ઠેશીયા (એડવોકેટ), વીપુલ કાપડીયા, કમલેશ કયાડા, રાકેશ કાપડીયા, મહેશ ઠેશીયા, નીતીનભાઈ અંટાળા, વિપુલ સોજીત્રા, કૌશીક કયાડા, રવી ઠેશીયા, સાગર વોરા, હર્ષદ ચાવડા સહીતની ટીમ જહેમત ઉઠાવી રહેલ છે.


Advertisement
Advertisement
Advertisement