મહાલક્ષ્મી ગરબી મંડળની ગરબીમાં બાળાઓ દ્વારા રાસ-ગરબાની જમાવટ

27 September 2022 10:52 AM
Dhoraji
  • મહાલક્ષ્મી ગરબી મંડળની ગરબીમાં બાળાઓ દ્વારા રાસ-ગરબાની જમાવટ

ગરબીને નિહાળવા માટે લોકોની જામતી ભીડ

ધોરાજી તા.27
ધોરાજી ખાતે મહાલક્ષ્મી ગરબી દ્વારા છેલ્લા 100 વર્ષથી ગરબી ભવ્યતાથી યોજાય છે. આ ગરબીમાં 50 બાળાઓ માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવે છે.
મહાલક્ષ્મી ગરબી મંડળીની બાળાઓ વેશભૂષા, ડાકલા રાસ સહીતના કાર્યક્રમનું આયોજન કરે છે.

આ ગરબીને નીહાળવા ધોરાજી તથા આજુબાજુના લોકો ઉમટી પડે છે. આ ગરબીને સફળ બનાવવા રાત દિવસ એક કરીને ઉમેદભાઈ સાકરીયા, જીતુભાઈ શીશાંગીયા, રાજુભાઈ પાડલીયા, ટીનાભાઈ શીશાંગીયા, ભરતભાઈ મણીયાર, દિનુભાઈ ખાંટ, રાજુભાઈ મકવાણા તેમજ તેમની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.


Advertisement
Advertisement
Advertisement