રાજકોટ ટ્રેઝરી ઓફિસની ટેકનીકલ ક્ષતિથી સાવરકુંડલા ખાનગી શાળાઓની ગ્રાન્ટ અટકી

27 September 2022 10:55 AM
Amreli
  • રાજકોટ ટ્રેઝરી ઓફિસની ટેકનીકલ ક્ષતિથી સાવરકુંડલા ખાનગી શાળાઓની ગ્રાન્ટ અટકી

ભુલથી બીજા હેડે ગ્રાન્ટ ફાળવી દેવાતા શિક્ષકોનો પગાર અટકયો

સાવરકુંડલા તા.27
સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં આરટીઈ એકટ અંતર્ગત સાધારણ અને ગરીબ પરિવારના બાળકોને દાખલ કરવામાં આવે છે. આ તમામ વિદ્યાર્થીઓની શિક્ષણ ફી સરકાર દ્વારા સિધી શાળાઓને ચૂકવવામાં આવે છે. પરંતુ આમાં છેલ્લા થોડા વર્ષોથી ભારે અનિયમિતતા જોવા મળે છે. હજી આજની તારીખે ગયા વર્ષની આ ફીની ચૂકવણી બાકી છે. અત્યારે તો ચાલુ શૈક્ષણિક વર્ષની આ ફી ચુકવવાનો સમય થઈ ગયો છે ત્યારે ગયા વર્ષની બાકી ફીનાં ઠેકાણા નથી. તાલુકા અને જિલ્લા કક્ષાએ અધિકારીઓ આ બાબતે રાજકોટ ટ્રેજરી ઓફિસનો ટેકનીકલ ફોલ્ટ બતાવે છછે કે આ ઓફિસે ભૂલથી બીજા હેડે ગ્રાન્ટ ફાળવી દીધી હોવાથી શાળાઓને ચુકવણી થઈ શકી નથી.

સરકાર દ્વારા નિયમીત ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતા આવા બધા કોઈને કોઈ કારણોસર શાળાઓ સુધી રકમ પહોંચતી નથી. જેને કારણે નાની નાની શાળાઓને આર્થિક મુશ્કેલી પડે છે. નવાઈની બાબત તો એ છે કે આ હેડ સુધારવા માટે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તરફથી છ મહિના પહેલા જણાવવામાં આવેલ ઉપરાંત વારંવાર આ બાબતે રીમાઈન્ડર મોકલવા છતાં આ સુધારો થઈ પરત મોકલેલ નથી.

આ ફીની રકમ લાખોમાં થવા જાય છે જેને કારણે ખાનગી શાળાઓ પોતાના કર્મચારીઓને નિયમીત પગાર પણ ચૂકવી શકતી નથી.


Advertisement
Advertisement
Advertisement