કચ્છના બનીના ઘાસવાળા ક્ષેત્રમાં ચિત્તાઓને વસાવાશે

27 September 2022 11:04 AM
Ahmedabad Gujarat Top News
  • કચ્છના બનીના ઘાસવાળા ક્ષેત્રમાં ચિત્તાઓને વસાવાશે

♦ મધ્યપ્રદેશના કુનોનો ‘પ્રોજેકટ ચિત્તા’ સફળ થયા બાદ ગુજરાતમાં આવશે બીગ-કેટ

♦ 1940માં પ્રભાસપાટણ સુધી ચિત્તાઓની વસ્તી હતી: છેલ્લો શિકાર એક પોલીસ કોન્સ્ટેબલે કર્યો હતો

♦ બનીના ઉંચા ઘાસવાળા મેદાનો તથા વન્ય વાતાવરણ ચિત્તાઓ માટે સાનુકુળ: 20-30 ચિત્તાઓ રહી શકે

અમદાવાદ: દેશમાં લુપ્ત થયેલા ચિતાઓને પુન: વસાવવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા અમલમાં મુકાયેલા પ્લાનીંગમાં મધ્યપ્રદેશના કુનોના જંગલમાં નામીબીયાથી ખાસ નર-માદા અને બચ્ચાઓ સહિત આઠ ચિતાઓને અહી હાલ સુરક્ષિત ક્ષેત્રમાં રાખવામાં આવ્યા છે અને તેઓને તબકકાવાર જંગલના વધુને વધુ વિસ્તારોમાં વિહરવા દઈને કુદરતી રીતે ચિતાઓનો વંશવેલો આગળ વધે અને ભારતમાં ફરી આ વન્ય પ્રાણી તેની ગુમાવેલી ભૂમિ પરત મેળવી શકે તે નિશ્ચિત થઈ રહ્યું છે.

પૃથ્વી પર સૌથી ઝડપી દોડી શકતા પ્રાણીમાં ચિતા નંબર વન છે અને હાલ સૌરાષ્ટ્રમાં ગીરના સિંહોની જે વસતિ છે તેમ એક સમયે સૌરાષ્ટ્ર એ ચિતાઓ માટેની ભૂમિ પણ હતી અને ઉપલબ્ધ રેકોર્ડ મુજબ છેલ્લે 1940માં વેરાવળ પાસે પ્રભાસ પાટણમાં ચિતો દેખાયો હતો. પણ એક વખત મધ્યપ્રદેશમાં ચિતાઓના પુન:વસવાટનો હાલનો પ્રોજેકટ પ્રારંભીક રીતે સફળ થયા બાદ ગુજરાતમાં પણ ચિતાઓના પુન: વસવાટનો પ્રોજેકટ હાથમાં લેવાશે.

રાજય સરકાર દ્વારા આ મુદે એક ઔપચારીક દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાશે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર લુપ્ત થતા વન્ય પ્રાણીઓ અને જંગલમાં અમુલ્ય વૃક્ષો- વનસ્પતિને પુન: પાંગરવાની તક મળે તે જોવા માંગે છે અને દેશભરમાં જે તે ક્ષેત્રની વિશિષ્ઠતા મુજબના વન્ય પ્રાણીઓને વસતિ વધે તે જોવા માંગે છે. ચિતા માટે સમુદ્રી ક્ષેત્ર- હિમાલય ક્ષેત્ર સિવાયના મોટાભાગના રાજયોમાં સાનુકુળતાનું વાતાવરણ છે.

જેમાં 2010 થી 2012 વચ્ચે મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાન, ગુજરાત અને ઉતરપ્રદેશમાં ચિતાઓના પુન: વસવાટનો સર્વે કરાયો હતો. જેમાં મધ્યપ્રદેશનું કુનો જંગલ ચિતાઓ માટે સૌથી શ્રેષ્ઠ રહેણાંક બની શકે તે નિશ્ર્ચિત થતા પ્રોજેકટનો પ્રારંભ ત્યાંથી જાળવે જયારે ગુજરાતમાં વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયા અને વાઈલ્ડ લાઈટ ટ્રસ્ટ દ્વારા કચ્છના બનીના ઘાસવાળા વેદોનો ચિતાઓના વસવાટ માટે સાનુકુળ હોવાનો અભિપ્રાય અપાયો હતો અને કેન્દ્રના જંગલ તથા પર્યાવરણ મંત્રાલય મારફત તે રીપોર્ટ સ્વીકારાય છે.

1940માં પ્રભાસપાટર પાસે લોકોને માટે આફત બનેલા એક ચિતાને પોલીસે ઠાર માર્યો હતો જે 4 ફુટ 3 ઈંચ ઉંચો અને 6 ફુટ નવ ઈંચ લાંબો હતો. હવે કચ્છના બનીના ઘાસવાળા મેદાનોમાં 20-30 ચિતાઓને વસાવી શકાય તેવું ક્ષેત્રફળ છે અને આફ્રિકાથી વધુ ચિતાઓને લાવીને તેને મર્યાદીત ક્ષેત્રમાં વસાવાશે. જો કે અહી ચિતાના ખોરાક સમાન વધુ વન્ય પ્રાણીઓની સંખ્યા હાલ ઓછી છે. બનીમાં હાલ પ્રતિ સ્કવેર કીમી 14 વન્ય પ્રાણીઓ છે જે 39થી વધુ હોવા જોઈએ.


Related News

Advertisement
Advertisement
Advertisement