તંત્રથી તોબા: વાંકાનેર પાલિકાએ ટોકન દરે મેદાન ન આપતા નવરાત્રીનું આયોજન રદ્દ કરતા સોમાણી

27 September 2022 11:12 AM
Morbi Rajkot
  • તંત્રથી તોબા: વાંકાનેર પાલિકાએ ટોકન દરે મેદાન ન આપતા નવરાત્રીનું આયોજન રદ્દ કરતા સોમાણી

મોટા શહેરોમાં પાસ વેચીને ધંધો થાય છે: વાંકાનેરમાં મફત રમાડાતા ગરબા સામે વાંધો કેમ? જીતુભાઈ

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.27
વાંકાનેરમાં નગરપાલિકા વિસ્તારમાં આવતા આર.એસ.એસ. ગ્રાઉન્ડમાં વર્ષોથી નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે જેથી પાલિકા પાસેથી ટોકન દરે આ ગ્રાઉન્ડની માંગણી જીતુભાઈ સોમાણીના નામે કરવામાં આવી હતી પરંતુ પાલિકાના ચીફ ઓફિસર ટોકન દરે મેદાન નહીં આપતા જીતુભાઈ સોમાણી અને તેની ટીમે આ વર્ષે તંત્રની આડોળાઈના લીધે નવરાત્રિનું આયોજન રદ્દ કર્યું છે પાલિકા દ્વારા રાજકોટમાં સરકારના નિયમ મુજબ મેદાન ભાડે આપવામાં આવે છે તેવું લેખિતમાં જણાવવામાં આવ્યું છે જીતુભાઈએ પણ વળતો કડક ભાષામાં જવાબ આપી દીધો હોવાનું જાણવા મળેલ છે,

વાંકાનેર શહેરમાં ગણેશોત્સવ સમિતિ નવરાત્રીમાં દર વર્ષે વાંકાનેરમાં રાસ ગરબા માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને આરએસએસના ગ્રાઉન્ડમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવ યોજવા માટે જીતુભાઈ સોમાણીના નામથી મેદાન માંગવામાં આવ્યું હતું જો કે, વાંકાનેર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા નવરાત્રી માટે મેદાન ટોકન દરે આપવાના બદલે સરકારના નિયમ મુજબ આપવાનું કહેવામા આવ્યું હતું અને ડિપોઝિટના સહિત 20000 રૂપિયા ભરવા માટે જાણ કરવામાં આવી હતી ત્યારે જીતુભાઈ સોમાણી અને તેની ટીમે અધિકારીને જણાવ્યુ હતું કે, ગુજરાતના અમદાવાદ અને વડોદરા જેવા મેગાસિટીમાં એક બે નહીં પરંતુ 17 કરતા વધુ ગ્રાઉન્ડ એક રૂપિયાના ટોકન ભાડે નવરાત્રિના આયોજન કરવા માટે આપવામાં આવેલ છે.

તો પછી વાંકાનેરમાં કેમ સરકારના નિયમ મેદાન માટે બતાવવામાં આવે છે? છેલ્લી ઘડી સુધી આ મેદાનની ટોકન દરે ફાળવણી કરવામાં આવી ન હતી જેથી કરીને વાંકાનેરમાં આ વર્ષે જીતુભાઈ સોમાણી અને તેની ટીમે નવરાત્રીનું આયોજન રદ્દ કર્યું છેહાલમાં વાંકાનેર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જીતુભાઈને પત્ર લખવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાજકોટ મહાપાલિકા દ્વારા 1 ચોમી રૂપિયા 6 ના ભાવેથી આપવામાં આવે છે અને ઘણી બધી પાલિકા આ નિયમને અનુસરે છે જેથી રકમ ભરવામાં નહીં આવે તો મેદાન રાખવા માંગતા નથી તેવુ સમજીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જો કે, જીતુભાઈ સોમાણીએ હાલમાં ચીફ ઓફિસરના આ પત્રની સામે કડક ભાષામાં જવાબ આપવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાજકોટમાં જે મેદાન મહાપાલિકા દ્વારા આપવામાં આવે છે તેના આયોજકો દ્વારા પાસ ઉપર લોકોને એન્ટ્રી આપીને કમાણી કરવામાં આવે છે જો કે, વાંકાનેરમાં બહેન દીકરીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને તેમાં વિનામુલ્યે એન્ટ્રી આપવામાં આવે છે જેથી કરીને તંત્રની આડોળાઈના લીધે આ વર્ષે જીતુભાઈ સોમાણીની ટીમે માતાજીની આરાધનના પર્વ એટ્લે નવરાત્રિ દરમ્યાન નવરાત્રિનું આયોજન રદ્દ કર્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement