રાજકોટમાં ધો.9ની વિદ્યાર્થીની દ્રષ્ટિનો ગળાફાંસો ખાઈ આપઘાત

27 September 2022 11:13 AM
Rajkot
  • રાજકોટમાં ધો.9ની વિદ્યાર્થીની દ્રષ્ટિનો ગળાફાંસો ખાઈ આપઘાત

કોઠારીયા સોલ્વન્ટના નારાયણનગરમાં પગલું ભર્યું: પરિવારના લોકો બહાર ગયા ત્યારે પગલું ભરી લીધું: કારણ જાણવા તજવીજ

રાજકોટ,તા.27
રાજકોટના કોઠારીયા સોલ્વન્ટના નારાયણનગરમાં રહેતી ધો.9માં ભણતી છાત્રાએ પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવનું કારણ જાણવા આજીડેમ પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી.

બનાવની વિગતો મુજબ,કોઠારીયા સોલ્વન્ટના નારાયણનગરમાં રહેતી દ્રષ્ટિ ભરતભાઈ મકવાણા(ઉ.વ.14)નામની તરુણીએ ગઈકાલે પોતાના ઘરે છતના હુકમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પોતે ગોંડલ રોડ પર આવેલી એક સ્કૂલમાં ધો.9માં અભ્યાસ કરતી હતી.

એક ભાઈની એકની એક બહેન હતી.પિતા મજૂરી કામ કરે છે.ગઈકાલે પરિવાર કામે ગયો હતો ત્યારે પોતાના ઘરે દ્રષ્ટિ એકલી હતી ત્યારે પગલું ભરી લીધું હતું.આ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.એમ.બોસિયા સહિતના સ્ટાફે કારણ જાણવા તજવીજ કરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement