રાજસ્થાન કોંગ્રેસમાં બબાલ વચ્ચે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી: ગેહલોત જૂથની બગાવત ડામવાની જવાબદારી

27 September 2022 11:26 AM
India Politics
  • રાજસ્થાન કોંગ્રેસમાં બબાલ વચ્ચે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી: ગેહલોત જૂથની બગાવત ડામવાની જવાબદારી

નવા પ્રમુખની ચૂંટણી સુધી કોંગ્રેસ નેતૃત્વ ‘થોભો અને રાહ જુઓ’ની રણનીતિ કરી શકે છે અખત્યાર: ગેહલોતના સમર્થક મંત્રી શાંતિ ધારીવાલે માકન પર ગેહલોતને હટાવવાનું કાવતરું ઘડી રહ્યાનો આક્ષેપ લગાવતાં જ બળતામાં ઘી હોમાયું: 2020માં પણ પ્રિયંકાને કારણે જ સચિન પાયલોટ માન્યા’તા

નવીદિલ્હી, તા.27
રાજસ્થાનમાં અશોક ગહલોતની નજીકના અનેક ધારાસભ્યોએ ખુલ્લેઆમ બગાવત કરી નાખતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હવે સૂત્રોનું કહેવું છે કે અત્યારે કોંગ્રેસ ‘થોભો અને રાહ જૂઓ’ની રણનીતિ પર આવી ગઈ છે. કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી સુધી નવા પ્રમુખ અંગે યથાસ્થિતિ જળવાઈ શકે છે. અશ્વાર સુધી પક્ષપ્રમુખ સોનિયા ગાંધી તરફથી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજસ્થાન પર રણનીતિ બનાવવા માટે સોનિયા ગાંધી, કમલનાથ અને પ્રિયંકા ગાંધીની એક બેઠક મળી હતી. એવું મનાય રહ્યું છે કે પ્રિયંકા ગાંધી આ મામલે અશોક ગેહલોત સાથે વાત કરી શકે છે.

અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે રાજસ્થાનમાં અશોક ગેહલોત કોંગ્રેસ પ્રમુખપદ માટે ઉમેદવારી કરવા માટે તૈયાર હતા. તેમને સચિન પાયલટના પક્ષમાં રાજીનામું આપવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા પરંતુ તેમના સમર્થક ધારાસભ્યોએ આ અંગે જોરદાર વિરોધ શરૂ કરી દીધો હતો. સ્થિતિ એવી ઉભી થઈ કે રવિવારે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક જ રદ્દ કરવી પડી હતી.

સોનિયા ગાંધીએ પ્રદેશ પ્રભારી અજય માકન પાસેથી આ અંગેનો વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. સોનિયા આવાસ પર માકન સાથે રવિવારની ઘટનાઓ અંગેની એક બેઠકમાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને સંગઠનના મહાસચિવ કે.સી.વેણુગોપાલ ઉપસ્થિત રહ્યા હતા. માકન અને ખડગે બન્નેએ રાજ્યમાં ઘટનાક્રમ અંગે સોનિયાને વાકેફ કર્યા હતા.

સોનિયા ગાંધી સાથે બેઠક બાદ અજય માકને કહું કે મેં કોંગ્રેસ પ્રમુખને જાણકારી આપી છે. માકન ખડગે સાથે મળીને રવિવારે નવા મુખ્યમંત્રીની ચૂંટણી કરવાના હતા પરંતુ તેની જગ્યાએ હાઈવોલ્ટેજ ડ્રામા થઈ ગયો હતો. તેમણે મીડિયાને જણાવ્યું કે ગેહલોત ગ્રુપના ત્રણ સભ્યોએ તેમની સાથે ત્રણ પ્રસ્તાવો સાથે મુલાકાત કરી હતી જેનો તેમણે સ્વીકાર કર્યો નથી કેમ કે આમ થવાથી હિતોની ટક્કર થઈ શકે તેમ હતી.

બીજી બાજુ ગેહલોતના સમર્થક મંત્રી શાંતિ ધારીવાલે માકન ઉપર ગેહલોતને મુખ્યમંત્રીપદેથી હટાવવાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં તેમણે માકન ઉપર પાયલટનો પક્ષ લેવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો.

ગેહલોત સમર્થક ધારાસભ્યોની ડિમાન્ડ બાદ હવે પક્ષ નેતૃત્વ ઉપર સૌની નજર છે. સવાલ એ છે કે શું પ્રિયંકા ગાંધી ફરીવાર સ્થિતિને સંભાળી શકશે ? એટલા માટે કેમ કે જ્યારે સચિન પાયલટ જ્યારે 2020માં બગાવત પર ઉતર્યા હતા ત્યારે પ્રિયંકા ગાંધીએ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. તેની એન્ટ્રીથી પાયલટ માની ગયા હતા અને સ્થિતિ બદલાઈ હતી. હવે ફરીથી પ્રિયંકા ગાંધી કેવી રીતે મહત્ત્વનો રોલ ભજવે છે તે જોવું રસપ્રદ રહેશે.

હવે મલ્લિકાર્જુન ખડગેની પ્રમુખપદની રેસમાં એન્ટ્રી
કોંગ્રેસ પ્રમુખ અને રાજસ્થાનના મુખ્યમંત્રીની ખુરશીને લઈને ચાલી રહેલા ધમાચાણે અચાનક અનેક આંતરિક લડાઈઓ અને મહત્ત્વાકાંક્ષાઓને સપાટી પર લાવી દીધી છે. આવામાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની મુશ્કેલી વધી ગઈ છે. હવે અશોક ગેહલોત સંભવત: પ્રમુખપદની ચૂંટણી લડે તેવું લાગી રહ્યું નથી ત્યારે કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેની પ્રમુખપદ માટેની રેસમાં એન્ટ્રી થઈ જવા પામી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ કોઈ એવા બિનવિવાદાસ્પદ નેતાના નામ પર વિચાર કરી રહ્યું છે તેનામાં સંગઠનની ક્ષમતા સાથે અનુભવ અને વ્યક્તિત્વની શાલીનતા પર પણ સવાલ ન ઉઠાવે.
Mallikarjun Kharge suffers first electoral defeat in his career - The  Economic Times
સાથે જ આવનારી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ બની રહેલા મહાગઠબંધને પણ તેમના સામે સાથે જોડાવા અંગે બહુ વિચાર કરવો ન પડે. ચૂંટણી લડવા માટેની ઈચ્છા શશી થરુર અને દિગ્વિજયસિંહે ભલે વ્યક્ત કરી હોય કે પછી કમલનાથ પણ આ માટે થનગની રહ્યા હોય પરંતુ પક્ષ એવા નેતા પર પસંદગીનો કળશ ઢોળશે જેમાં સૌને સાથે લઈને ચાલવાની ક્ષમતા હોય અને ગાંધી પરિવારનો ભરોસાપાત્ર હોય.


Related News

Advertisement
Advertisement
Advertisement