મારે શું! ફિલ્મ દરેક ગુજરાતીઓએ અવશ્ય જોવી જોઈએ; સુખરામદાસ બાપુ

27 September 2022 11:38 AM
Junagadh Entertainment
  • મારે શું! ફિલ્મ દરેક ગુજરાતીઓએ અવશ્ય જોવી જોઈએ; સુખરામદાસ બાપુ
  • મારે શું! ફિલ્મ દરેક ગુજરાતીઓએ અવશ્ય જોવી જોઈએ; સુખરામદાસ બાપુ

♦ સિનેમા દિવસની ઉજવણી વખતે પ્રિમિયર શો યોજાયો

♦ સેવાકીય કાર્યો પાછળ મલીન ઈરાદાઓને ખુલ્લા પાડતી હકિકત ઉજાગર કરી છે; નિર્માતા વિક્રમ ચૌહાણ

જુનાગઢ તા.27
ગત શુક્રવારે સમગ્ર સિનેમા જગતે સિનેમા દિવસની ઉજવણી કરી હતી ત્યારે અમદાવાદ એસ.જી. રોડ પર આવેલ પીવીઆર સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ મારે શું! નો પ્રિમિયર શો યોજાયો હતો. આ ફિલ્મ નિહાળ્યા બાદ ખાખી મઢીના મહંત સુખરામદાસજી બાપુએ દરેક ગુજરાતીઓને આ ફિલ્મ અવશ્ય જોવા અનુરોધ કર્યો હતો.

અમદાવાદ એસ.જી. હાઈવે પર થલતેજ ક્રોસ રોડ ખાતે ગત તા.23ને શુક્રવારે સિનેમા નિવસની ઉજવણી વખતે રાજકોટના યુવા ડિરેકટર વિક્રમ એન. ચૌહાણ દ્વારા તૈયાર થયેલી મારે શું! ગુજરાતી ફિલ્મનો પ્રિમિયર શો યોજાયો ત્યારે અમદાવાદ રાજકોટના ગુજરાતી સિને જગતના ટોચના કલાકારો અને કસબીઓ અને ગુજરાતી ફિલ્મને ચાહનારા પ્રેક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રિમિયર શો શરૂ થાય તે પૂર્વે પત્રકારોને મારે શું! ફિલ્મની માહિતી આપતા નિર્માતા નિર્દેશક વિક્રમ ચૌહાણે કહ્યું કે, ભિક્ષાવૃત્તિ, વૃધ્ધાશ્રમોના નામે અમુક લેભાગુઓ પોતાના મલિન ઈરાદાઓ પાર પાડવા માંગે છે તેને ખુલ્લા પાડવા આ ફિલ્મની કથાનો મુખ્ય ઉદ્દેશ છે.

મારે શું! ફિલ્મમાં કે.કે. શેઠના પાત્રમાં ગુજરાત ફિલ્મો સિરીયલમાં વર્ષોથી અભિનય કરતા મોટા ગજાના કલાકાર ભરત ઠકકરે પાત્રને પુરતો ન્યાય આપવા કોશીષ કરી છે. ફિલ્મના હિરો તરીકે ધવન મેવાડા અને અભિનેત્રી તરીકે ખુશ્બુ પટેલે જયારે સપોર્ટીંગ રેલમાં જગપાલ ભરાડે દમદાર અભિનય કર્યો છે. ફિલ્મના પ્રમોશન બાદ ખાખી મઢીનાં મહંત સુખરામદાસ બાપુએ નિર્માતા નિર્દેશક વિક્રમ ચૌહાણ અને કલાકારોને આશીર્વાદ પાઠવી નવતર વિષયો પર ફિલ્મની માવજત કરી રજુ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

જુનાગઢ સુરજ સિનેમા ઉપરાંત રાજકોટ, વાપી, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં મારે શું! ફિલ્મ નિહાળવા દર્શકો બહોળી સંખ્યામાં આવતા હોવાના અહેવાલો મળે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement