માંગરોળના વાડલા ગામે બાળકોના પતંગના ઝઘડામાં ધોકા ઉડયા: મહિલા સહિત 3ને ઈજા

27 September 2022 11:43 AM
Junagadh
  • માંગરોળના વાડલા ગામે બાળકોના પતંગના ઝઘડામાં ધોકા ઉડયા: મહિલા સહિત 3ને ઈજા

મેંદરડાના માનપુર ગામે સર્પદંશથી પરપ્રાંતીય યુવાનનું મોત

જુનાગઢ તા.27
માંગરોળના શીલ પોલીસ સ્ટેશન નીચે આવેલ વાડલા ગામે ગઈકાલે બે બાળકો પતંગ માટે ઝઘડતાં વચ્ચે પડેલા એક બાળકના પિતા અને માતાને બીજા બાળકના માતા-પિતા સહિત ચાર શખ્સોએ હુમલો કરતાં બન્નેના માથામાં ટાંકા આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાઈ છે.

શીલના વાડલા ગામે ગ્રામપંચાયત ઓફિસ સામે રહેતા ફરિયાદી રમેશભાઈ મનજીભાઈ પરમાર (ઉ.વ.40)નો દિકરો અને આરોપી કમા ભુરા પરમારના દિકરા વચ્ચે પતંગ બાબતે ઝઘડો થતાં જેમાં બંનેને સમજાવી રમેશભાઈએ પતંગ તેના બાળાને આપી દીધેલ જે વાતનું મનદુ:ખ રાખી આરોપીઓ સંજય કમા પરમાર, તેનો ભાઈ સાગર કમા, તેના પિતા કમા ભુરા અને દીવીબેન કમાએ સંજય કમાએ લાકડીના ધોકા વડે માથામાં મારી લોહીલુહાણ કરી દેતાં 5 ટાંકા આવ્યા હતા.

જયારે વચ્ચે પડેલા સીતાબેનને આરોપી સાગરે માથામાં લાકડી ફટકારતા લોહીલોહાણ કરી દીધેલ અને કમા ભુરા તેમજ દીવીબેન ઢોર માર માર્યો હતો. સીતાબેનના માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની શીલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એ.ડી.વાળાએ તપાસ હાથ ધરી છે.

સર્પદંશથી મોત
મુળ દાહોદના આંબેજી તાલુકાના રહીશ હાલ મેંદરડાના માનપુર ગામે રહેતા અને મજુરીકામ કરતા વિક્રમભાઈ માનસીંગ ચારેલ (ઉ.35) અશ્ર્વિનભાઈ પરબતભાઈ એ નોંધાવેલી ફરિયાદમાં લાલજીભાઈ જીવાભાઈ ઉઘાડની વાડીએ કામ કરતા હોય ત્યારે ઝેરી શાપે હાથમાં ડંશ દઈ જતાં મોત નોંધાયું હતું. મેંદરડા પોલીસે તપાસ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement