જુનાગઢ વણકરવાસમાં વારસાઇ મિલ્કતમાં ભાગ બાબતે કુટુંબીજનો વચ્ચે બઘડાટી : ધારીયાથી ઇજા

27 September 2022 11:45 AM
Junagadh
  • જુનાગઢ વણકરવાસમાં વારસાઇ મિલ્કતમાં ભાગ બાબતે કુટુંબીજનો વચ્ચે બઘડાટી : ધારીયાથી ઇજા

માંગરોળનાં રંગપુર ગામે પીજીવીસીએલ કર્મીની ફરજમાં રૂકાવટ

જુનાગઢ, તા. ર7
કડીયાવાડ વણકરવાસમાંનાગબાઇના મંદિર પાછળ રહેતા ફરીયાદી હિંમતભાઇ રમણીકભાઇ પરમાર (ઉ.વ.36) તથા આરોપીઓ કુટુંબીજનો થતા હોયજેમાં વારસાઇ મિલ્કતમાં ભાગ બાબતે ગાળાગાળી ઢીકાપાટુનો માર, હાથમાં બટકુ ભરી ધારીયાનો ઘા માર્યાની એક મહિલા સહિત ચાર સામે ફરીયાદ નોંધાઇ છે. સામાપક્ષે પણ ફરીયાદ નોંધાવી છે.

હિંમતભાઇ રમણીકભાઇએ નોંધાવેલી ફરીયાદમાં આરોપીઓ તેના કુટુંબીજનો ભીમા ગેલા પરમાર, અમરબેન ભીમભાઇ, જેન્તી ભીમા અને દિનેશ ઉર્ફે દેવરાજ ભીમા રે. તમામ કડીયાવાડવાળાઓએ વરસાઇ મિલ્કતના ભાગ માટે હિંમતભાઇને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારી ડાબા હાથમાં બટકુ ભરી ધારીયાનો ઘા પડખામાં મારતા છરકો થઇ ગયેલતેમજ લાકડી વડે માર માર્યાની ફરીયાદ નોંધાઇ છે.

સામા પક્ષે ભીમાભાઇ ગેલાભાઇ પરમાર (ઉ.વ.65)એ નોંધાવેલી ફરીયાદમાં પોતાની દાદીમાની મિલ્કતમાં તથા સોનાની બુટીમાં ારોપી હિંમત રમણીક પરમારે ભાગ માંગી ઢીકા પાટુનો માર માર્યાની ફરીયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

ફરજમાં રૂકાવટ
માંગરોળ જેલ રોડ કોળીવાળા વિસ્તારમાં પીજીવીસીએલ વિભાગમાં નોકરી કરતા રમેશભાઇ રામજીભાઇ ઘોડાદરા (ઉ.વ.38) ગઇકાલે રંગપુર ગામે પોતાની નોકરી પર હતા ત્યારે આ જ ગામનો આરોપી જગદીશ રામભાઇ દયાતરે ફરજમાં રૂકાવટ કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement