જુનાગઢ નરસિંહ મહેતા યુનિ.ની પરિક્ષાના માર્કસ સુધારણામાં પણ કૌભાંડ; કોમ્પ્યુટર સ્ટાફમાં ફેરફાર

27 September 2022 11:46 AM
Junagadh
  • જુનાગઢ નરસિંહ મહેતા યુનિ.ની પરિક્ષાના માર્કસ સુધારણામાં પણ કૌભાંડ; કોમ્પ્યુટર સ્ટાફમાં ફેરફાર

તપાસ માટે કમીટીની રચના: ગેરરીતિથી વિદ્યાર્થીઓમાં નારાજગી

જુનાગઢ તા.27
જુનાગઢની નરસિંહ મહેતા યુનિ.માં અનેક ફેકલ્ટીઓમાં માર્કસ સુધારવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. યુનિ.ના વીસી દ્વારા તાત્કાલીક ચાર લોકોની કમીટી બનાવવામાં આવી છે. તેમજ કોમ્પ્યુટર વિભાગમાં કામ કરતા સત્તાધીશોની બદલી કરવાની અને છુટ્ટા કરવાની ફરજ પડી છે.

પરિક્ષા વિદ્યાર્થીઓએ આપી દીધા બાદ તે પેપર પર બારકોડ સ્ટીકર મારવામાં આવેલ હોય જેની પેપર જોનાર પ્રોફેસર દ્વારા નિયમ મુજબ પાર્કસ આપવામાં આવે છે. પરંતુ આ પેપરો માર્કશીટ બનાવવા માટે કોમ્પ્યુટણ વિભાગમાં આવતા હોય છે. વિદ્યાર્થીઓને પેપર જોનાર આપવામાં આવેલ માર્કસ મુજબ માર્કશીટ બની હોય છે. પરંતુ સેટીંગ થયા બાદ માર્કસમાં સુધારા કર્યાની ફરીયાદ ઉઠવા પામી હતી. જેના કારણે કોમ્પ્યુટર વિભાગમાં ફરજ બજાવતા અમુક કર્મચારીઓને છુટા કરી દેવાયા છે. અને અમુકની બદલી કરી દેવામાં આવી છે.

ચાર જિલ્લાનું કાર્યક્ષેત્ર: જુનાગઢ નરસિંહ મહેતા યુનિ. જુનાગઢ ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા જીલ્લાની 160 સહિતની કોલેજોનો સમાવેશ થાય છે. 1 લાખથી વધુ આર્ટસ કોમર્સ કોલેજ સાયન્સ કોલેજ, મેડીકલ કોમ્પ્યુટર, બીસીએ ગ્રામ્ય વિદ્યાશાખા સહિતની અનેક ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓનું ભવીષ્ય ઘડાય છે જે આ કૌભાંડથી વિદ્યાર્થીઓ ભારે નારાજ અને રોષ ફેલાયો છે.


Advertisement
Advertisement
Advertisement