બેટરે એટલો જોરદાર શોટ ફટકાર્યો કે અમ્પાયરનું ઘૂંટણ તૂટી જતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા !

27 September 2022 12:07 PM
India Sports World
  • બેટરે એટલો જોરદાર શોટ ફટકાર્યો કે અમ્પાયરનું ઘૂંટણ તૂટી જતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા !

આઈપીએલમાં પહેલીવાર હાથમાં અજીબોગરીબ શીલ્ડ પહેરીને ઉતરેલા બ્રૂસ ઑક્સેનફોર્ડ બન્યા દૂર્ઘટનાનો શિકાર

નવીદિલ્હી, તા.27
અમ્પાયર બ્રુસ ઑક્સેનફોર્ડ સાથે એક મેચ દરમિયાન મોટી દૂર્ઘટના બની જવા પામી છે. ઑસ્ટ્રેલિયાની ઘરેલું વન-ડે ટૂર્નામેન્ટમાં ક્વીન્સલેન્ડ અને સાઉથ ઑસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી હતી. મેચની બીજી ઈનિંગમાં બેટરનો સન્નાટેદાર શોટ સીધો તેમના ઘૂંટણ પણ લાગ્યો હતો. આ પછી બ્રૂસને એટલી જબરદસ્ત ઈજા પહોંચી હતી કે તેને તાત્કાલિક મેદાનમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા. ઑક્સેનફોર્ડની જગ્યાએ થર્ડ અમ્પાયર ડોનાવન કોચને મેદાન પર બોલાવવામાં આવ્યા હતા.

62 વર્ષીય અમ્પાયર બ્રુસ ઑક્સેનફોર્ડનું ઘૂંટણ ખરાબ રીતે ઘાયલ થયું છે જેથી તેમને હોસ્પિટલમાં લઈ જવાયા છે. બ્રૂસ ઑક્સેનફોર્ડ હાથમાં અજીબોગરીબ શીલ્ડ પહેરીને અમ્પાયરિંગ કરનારા પ્રથમ અમ્પાયર છે. આઈપીએલ-2016 મતલબ કે નવમી એડિશનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત લાયન્સ વચ્ચેના મુકાબલામાં તેમણે આ સેફ્ટી ડિવાઈસ પહેરી હતી જે આક્રમક શોટથી બચવા માટે બનાવાઈ છે અને તેને આ મેચમાં અખતરાના ભાગરૂપે અમ્પાયરને પહેરાવાયું હતું.

મેચની વાત કરવામાં આવે તો સાઉથ ઑસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરતાં નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 278 રન બનાવ્યા હતા. જવાબમાં ક્વીન્સલેન્ડ 217 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી અને પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. બીજી ઈનિંગનો અંત 47મી ઓવરમાં જ આવી ગયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement