જુનાગઢમાં જુની અદાવતનો ખાર રાખી યુવક પર છરીથી હુમલો

27 September 2022 12:38 PM
Junagadh
  • જુનાગઢમાં જુની અદાવતનો ખાર રાખી યુવક પર છરીથી હુમલો

રાજકોટ,તા. 27
જુનાગઢમાં જુની અદાવતનો ખાર રાખી રિયામ હીંગોરા નામના યુવકને રસ્તામાં આંતરી સોહીલ દલ અને અસાન ટકાએ છરી અને પાઇપથી હુમલો કરતાં સારવારમાં રાજકોટ સીવીલે ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, જુનાગઢના કુંભારવાડામાં રહેતા રિયામ હુસેનભાઈ હીંગોરા (ઉ.વ.22) ગત સાંજે જાલોરામાં માર્કેટ પાસેથી બાઈકમાં પસાર થતો હતો ત્યારે સોહીલ દલ અને અસાન ટકા નામના શખ્સે આંતરીને ઝઘડો કરી પાઈપ અને છરીથી હુમલો કરી નાશી છુટ્યા હતાં. જ્યારે ઇજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં સારવારમાં રાજકોટ સીવીલે ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે જુનાગઢ પોલીસને જાણ કરી હતી.

વધુમાં ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે મારા ભાઈ સાથે સોહીલને અગાઉ થયેલ માથાકુટનો ખાર રાખી મારા પર હુમલો કર્યો હતો.


Advertisement
Advertisement
Advertisement