‘ઓ સજના’ના રિમિકસ મામલે ફાલ્ગુની પાઠક અને નેહા કકકડના જુબાની જંગમાં ધનશ્રી કૂદી પડી

27 September 2022 03:02 PM
Entertainment India
  • ‘ઓ સજના’ના રિમિકસ મામલે ફાલ્ગુની પાઠક અને નેહા કકકડના જુબાની જંગમાં ધનશ્રી કૂદી પડી

♦ બધાને આ રિમેક પસંદ આવ્યું છે: ધનશ્રી: ગીતની મૂળ ગાયિકા ફાલ્ગુની પાઠક કહે છે- રિમિકસ સાંભળીને મને ઉલ્ટી થવાની બાકી હતી

નવી દિલ્હી તા.27
બોલીવુડની પ્લેબેક સિંગર અને ટીવી શોની જજ નેહા કકકડ અને ગરબા કવીન ફાલ્ગુની પાઠક વચ્ચે ‘ઓ સજના’ રિમિકસ ગીતને લઈને જુબાની જંગ સોશિયલ મીડીયામાં છેડાયો છે, તેમાં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી પણ કુદી પડી છે અને નેહાના સપોર્ટમાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે ગરબા કવીન ફાલ્ગુની પાઠકનું ઓરીજીનલ ગીત ‘ઓ સજના’ નેહા કકકડે ગાયેલુ રિમિકસ જયારથી બજારમાં આવ્યું છે ત્યારથી બબાલ મચી છે એક બાજુ જયાં યુઝર્સ સોશિયલ મીડીયામાં નેહાના ગીતને ખરાબ કહીને નિશાન બનાવી રહ્યા છે, જયારે બીજી બાજુ નેહાના પણ ફેન્સ છે, જે નેહાનું સમર્થન કરે છે. હવે નેહા કકકડની કો સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ ફાલ્ગુની પાઠક પર નિશાન સાધીને નેહા કકકડને સપોર્ટ કર્યો હતો.

ધનશ્રીએ જણાવ્યું હતું કે અમને બધાને આ ગીત પસંદ છે. અમે બધા આ ગીત સાંભળીને મોટા થયા છીએ. ધનશ્રીએ જણાવ્યું હતું કે જયારથી હું ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારથી જ મારી મા ઈચ્છતી હતી કે હું નેહા કકકડ સાથે કામ કરુ. નેહા માત્ર સારી કલાકાર જ નથી, સારી માણસ પણ છે.

જયારે સામે પક્ષે આ ગીતની ઓરીજીનલ ગાયિકા રિમિકસને લઈને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ રિમિકસનું મારું પહેલું રિએકશન જરાય સારું નહોતું, મને બસ ઉલટી થવાની બાકી હતી. ફાલ્ગુનીના આ રિએકશન પર નેહા કકકડે પણ સોશિયલ મીડીયા પર જવાબ આપ્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement