લાલો લાભ વગર ન લોટે! ‘બ્રહ્માસ્ત્ર’ 30 સપ્ટે. સુધી રૂા.100માં જોવા મળશે!

27 September 2022 03:53 PM
Entertainment India
  • લાલો લાભ વગર ન લોટે! ‘બ્રહ્માસ્ત્ર’ 30 સપ્ટે. સુધી રૂા.100માં જોવા મળશે!

♦ નબળો માલ ન વેચાય તો સસ્તામાં કાઢી નાખવાનો હવે બોલિવુડમાં ટ્રેન્ડ!

♦ શુક્રવારે બે મેગા બજેટ ફિલ્મો રિલીઝ થઈ રહી છે ત્યારે સસ્તા ભાવે ટિકિટ વેચી કમાઈ લેવાનો નુસખો!

મુંબઈ: કોરોના બાદ સિનેમા હોલ ખુલ્યા બાદ સતત અનેક મેગા બજેટ ફિલ્મો ફલોપ થયા પછી પણ સિનેમાની ટિકિટના ભાવમાં ઘટાડો ન કરનાર સિનેમાવાળાઓએ પહેલા રૂા.75 અને બાદમાં રૂા.100 કરવાનો ફેસલો કેમ કર્યો?

આ મામલે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એક એકસપર્ટે જણાવ્યું હતું કે બજારનો એક કોમન નિયમ છે, જયારે કોઈ માલ નથી વેચાતો તો વેપારી તેને સસ્તા ભાવે કાઢી નાખે છે. સિનેમા ઉદ્યોગમાં પણ આજકાલ આવું થઈ રહ્યું છે.

તમામ કોશિશો છતા પણ જયારે બોલિવુડનું કન્ટેન્ટ દર્શકો પસંદ નથી કરી રહ્યા તો સિનેમા વાળાઓએ પોતાનું નુકસાન ભરવા માટે સસ્તા દામોમાં પોતાનો માલ વેચવા મજબૂર બન્યા છે.

હવે 75માં નહીં, 100માં ટિકિટ
સિનેમા ઈન્ડસ્ટ્રી વાળાઓએ નેશનલ સિનેમા ડેની ઉજવણી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે! એટલે જે લોકો 75 રૂપિયામાં ફિલ્મ જોવાનું ચૂકી ગયા છે તેઓ ગુરુવાર 29 સપ્ટેમ્બર સુધી માત્ર 100 રૂપિયામાં ‘બ્રહ્માસ્ત્ર’ મલ્ટી પ્લેકસમાં જોઈ શકશે.

શા માટે ‘બ્રહ્માસ્ત્ર’ની ટિકિટ સસ્તી થઈ?:
લાલો લાભ વિના લોટે નહીં તે કહેવત મુજબ આવતા શુક્રવારે બે મોટી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ પહેલા જે છેલ્લા ચાર દિવસ બચ્યા છે. તેમાં કમાઈ લેવા માગે છે. ‘બ્રહ્માસ્ત્ર’ના નિર્માતાઓ કારણ કે પછી ‘બ્રહ્માસ્ત્ર’ માટે સ્ક્રીન ઉપલબ્ધ નહીં હોય.

‘વિક્રમ વેધા’ અને ‘પોન્નિયન સેલ્વમ’ રિલીઝ થશે
30મી તારીખે ઋત્વિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘વિક્રમ વેધા’ રિલીઝ થઈ રહી છે. આ ઉપરાંત સાઉથના સ્ટાર ડિરેકટર મણી રત્નમની રેકોર્ડબ્રેક 500 કરોડના બજેટમાં બનેલી ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટાર ફિલ્મ ‘પોન્નીયમ સેલ્વમ-1’ રિલીઝ થઈ રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement