ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકામાં પણ દેવીના સિદ્ધિ મંદિરો

27 September 2022 04:35 PM
Dharmik India PM Jam Kandorna World
  • ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકામાં પણ દેવીના સિદ્ધિ મંદિરો

દેશમાં સૌથી વધુ 10 શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં

નવીદિલ્હી, તા.27
નવલી નવરાત્રીનું પર્વ શરૂ થઈ ચૂક્યું છે અને લોકો શક્તિની આરાધનાના નવ દિવસ સુધી ભક્તિમય બની ચૂક્યા છે ત્યારે આ તહેવારમાં દેશભરની તમામ શક્તિપીઠમાં શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ ઉમટી પડશે.

હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે, આખરે શક્તિપીઠની રચના કેવી રીતે થઈ ? અત્યારે શક્તિપીઠ ભારત ઉપરાંત અન્ય કયા કયા દેશોમાં આવેલી છે ? આ સહિતના સવાલોના જવાબો ભક્તોએ જાણવા જરૂરી બની જાય છે.

એક માન્યતા એવી પ્રચલિત બની છે કે, દુનિયામાં કુલ 51 શક્તિપીઠ છે જેમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા સહિતના દેશો સામેલ છે. અત્યારે ભારતમાં સૌથી વધુ 10 શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં આવેલી છે. એકવાર પ્રજાપતિ દક્ષે યજ્ઞ કર્યો પરંતુ ભગવાન શિવને આમંત્રણ આપ્યું નહીં કે પોતાની દીકરી સતીને પણ બોલાવી નહી.

ભગવાન શિવજીએ માતા સતીને ના પાડી હોવા છતાય તેઓ પોતાના પિતાના ઘરે યજ્ઞમાં સામેલ થવા ગયાં. જ્યારે તં દક્ષે ભગવાન શિવજીનું અપમાન કર્યું ત્યારે માતા સતીને ગુસ્સો આવ્યો અને તેઓ યજ્ઞવેદીમાં કૂદીને પ્રાણ ત્યાગ કરી ગયાં હતાં. જ્યારે શિવજીને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ત્યાં આવ્યા અને યજ્ઞ ધ્વસ્ત કરી દીધો તેમજ સતીનું શબ લઈને પરત ફરવા લાગ્યા હતા.

શિવ ગુસ્સામાં હોવાથી આખા સંસારમાં ભય ફેલાઈ ગયો હતો અને સૃષ્યિ અટકી ગઈ હતી. આ જોઈને ભગવાન વિષ્ણુએ શિવજીના ગુસ્સાને શાંત કરવા અને તેમને સતીના શબથી દૂર કરવા માટે સુદર્શન ચક્રથી માતા સતીના શબના ટુકડા કર્યા એટલે જ્યાં જ્યાં સતીનાં અંગ પડ્યા ત્યાં આજે શક્તિપીઠ આવેલી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement