દરેક દિવ્ય ગુણ અનમોલ કેવી રીતે ?

28 September 2022 11:33 AM
Rajkot Dharmik
  • દરેક દિવ્ય ગુણ અનમોલ કેવી રીતે ?

જેવી રીતે અંતર્મુખતારૂપી દિવ્યગુણ પર વિચાર કરીએ, અંતર્મુખતાને ધારણ કરવાથી જે આંતરિક સુખ મળે છે. તેના માટે તો દ્વાપર યુગ તથા કળિયુગનાં ઘણા રાજાઓએ પણ ત્યાગ કર્યો.
જરૂર અંતર્મુખતાથી જે આંતરિક સુખ મળે છે તે મહેલ-માળીયા, ધન સંપત્તિ છતાં પણ નથી મળતું.
તેવી જ રીતે એક મિનિટની સહનશીલતાથી મનુષ્યનું જીવન પણ બચી જાય છે અને જાયદાદ પણ. જો એક મનુષ્ય ક્રોધમાં આવી ઝઘડો કરે અને બીજા તેને સહન ન કરે તો પ્રતિદિન સાંભળીએ છીએ કે જીવનથી તથા જાયદાદથી હાથ ધોવાનો સમય આવી જાય છે.
આ સમયે એક મિનિટ પણ મનુષ્ય ચુપ રહે, સહન કરી લે અથવા ક્ષમા માંગી લે તો બીજા આપમેળે શીતલ થઇ જાય છે અને વાતનો નિર્ણય પણ સ્પષ્ટ કરી શકે છે.
દાન અને ત્યાગ પણ અનમોલ ગુણ છે. જે ત્યાગ કરે છે તેનું ભાગ્ય મળી જ જાય છે. સુદામાનું ઉદાહરણ આપી સામે છે.
હર્ષિતમુખતા મનુષ્યનાં મુખનો સાચો શ્રૃંગાર છે. જેનાથી તે અન્યનાં દુ:ખોને ભુલાવવાની શ્રેષ્ઠ સેવા કરી અનેકોની દુઆઓ મેળવી શકે છે.
‘શીતળતા’ મનુષ્યની બુધ્ધિમાં રાખેલ ફ્રીજ સમાન છે. જે ઈશ્ર્વરીય જ્ઞાન તથા યાદને તાજી રાખે છે. આ એક કુલર છે જેનાથી મનુષ્યની કાર્યક્ષમતા વધે છે.
‘સંતુષ્ટતા’જી (મન)ને સુખ આપનાર છે. કહેવત છે કે ‘જી સુખી તો જહાન સુખી’ જો સંતુષ્ઠતારૂપી મૂલ્ય ન હોયતો મનુષ્ય સમસ્ત વિશ્ર્વનો બાદશાહ હોવા છતાં તેને આંતરિક તથા સાચું સુખ નથી મળતું.
‘નમ્રતા’ અને ‘નિરહંકારિતા’ પણ ઉચ્ચ દૈવીગુણ છે. નમ્રતા તો નોંલખા હારથી પણ વધારે મૂલ્યવાન છે જે મનુષ્યનું ધ્યાન પોતાના તરફ દોરાવી શોભા વધારે છે. જયારે નિરહંકારિતા સર્વ દિવ્ય ગુણોરૂપી ફળોના રસ સમાન છે. જેનામાં આ ગુણ છે તેનામાં આનંદ અને ઇશ્ર્વરીય શકિતની ઝલક હોય છે.
‘સરલતા’ મનની સફાઇ છે. જેનાથી મનુષ્ય સ્વસ્થ રહે છે પરિણામે સ્વ પસંદ, લોક પસંદ અને પ્રભુ પસંદ બની જાય છે.
‘નિર્ભયતા’ પણ જીવન દાન આપનાર મૂલ્ય છે નહીં તો ભય મૃત્યુની જેમ આત્માને પીડા આપે છે. નિર્ભય મનુષ્ય જ કાળના પંજામાંથી છુટી શકે છે. ‘અચલ’ અને ‘અડોલ’ રહેવાથી જ સતયુગી દેવી દુનિયામાં અડોલ સિંહાસન અને નિર્વિઘ્ન રાજયપદની પ્રાપ્તિ થાય છે.
આ રીતે એક એક ગુણ અપાર સુખ આપનાર છે. આ સર્વ ગુણોરૂપી અનમોલ રત્નોની માળા ધારણ કરનાર જ વાસ્તવમાં શિવશકિતઓ છે. તો આવો આપણે પણ નવરાત્રીમાં માત્ર પૂજન, ગાયન જ ન કરતા આ સર્વ મૂલ્યોને ધારણ કરી સાચા અર્થમાં શિવ શકિતઓ સમાન બનવાનો પુરૂષાર્થ કરી નવરાત્રી મનાવીએ.


Related News

Advertisement
Advertisement
Advertisement