આફ્રિકા સામે ઈતિહાસ રચવા મેદાને ઉતરશે ટીમ ઈન્ડિયા: અત્યાર સુધી ઘરમાં ‘પ્રોટીયાઝ’ને શ્રેણીમાં નથી હરાવી શકી

28 September 2022 11:52 AM
India Sports World
  • આફ્રિકા સામે ઈતિહાસ રચવા મેદાને ઉતરશે ટીમ ઈન્ડિયા: અત્યાર સુધી ઘરમાં ‘પ્રોટીયાઝ’ને શ્રેણીમાં નથી હરાવી શકી

રોહિત-રાહુલ-કોહલી ઉપર રહેશે સૌની નજર: ડેથ ઓવરમાં થઈ રહેલું બોલરોનું ધોવાણ હજુ પણ ચિંતાનો વિષય: વર્લ્ડકપ પહેલાંની તૈયારીના ભાગરૂપે આ છેલ્લી શ્રેણી: સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો શરૂ

તિરુવનંતપુરમ, તા.28
ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ પોતાના ઘરમાં ઑસ્ટ્રેલિયા ટીમને ટી-20 શ્રેણીમાં કારમો પરાજય આપ્યો છે. હવે આજથી પોતાના જ ઘરમાં સાઉથ આફ્રિકા સામે પણ ટી-20 અને વન-ડે મેચની શ્રેણી રમવાની છે. ભારત-આફ્રિકા વચ્ચે સૌથી પહેલાં ત્રણ ટી-20 મેચની શ્રેણી રમાશે.

આ પચી બન્ને યીમો ત્રણ વન-ડે મેચની શ્રેણી પણ રમશે. ઑસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ હવે ભારતીય ટીમ આફ્રિકાને પણ સણસણતો પરાજય આપવા માંગશે. જો ટીમ ઈન્ડિયા પોતાના ઘરમાં આફ્રિકા ટીમને હરાવી દે છે તો આ એક મોટો રેકોર્ડ ગણાશે મતલબ કે ભારતીય ટીમ પોતાના ઘરમાં પહેલીવાર આફ્રિકા સામે કોઈ દ્વિપક્ષીય શ્રેણી જીતીને ઈતિહાસ રચી દેશે. અત્યાર સુધી આફ્રિકી ટીમે ભારતીય જમીન પર એક પણ દ્વિપક્ષીય શ્રેણી ગુમાવી નથી.

ભારતીય ટીમ પોતાના ઘરમાં આફ્રિકા વિરુદ્ધ ત્રણ દ્વિપક્ષીય ટી-20 શ્રેણી રમી ચૂકી છે જેમાં સૌથી પહેલી શ્રેણી 2015માં રમાઈ હતી અને તેમાં ટીમ ઈન્ડિાને હાર મળી હતી. આ પછી બે શ્રેણી રમાઈ જે બરાબરી સાથે સંપન્ન થઈ હતી.

જો ઓવરઓલ દ્વિપક્ષીય ટી-20 શ્રેણીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ભારત-આફ્રિકા વચ્ચે કુલ સાત શ્રેણી રમાઈ ચે જેમાંથી ભારતીય ટીમે સૌથી વધુ ત્રણ શ્રેણી જીતી છે તો આફ્રિકા બે વખત શ્રેણીવિજય મેળવી શક્યું છે તો બે શ્રેણી ડ્રો થઈ છે.

દરમિયાન વર્લ્ડકપ પહેલાં ટીમ ઈન્ડિયા માટે કમીઓ સુધારવાની આ અંતિમ તક છે. આ શ્રેણી રમ્યા બાદ ટીમ ઈન્ડિયા ઑસ્ટ્રેલિયામાં વર્લ્ડકપ રમવા માટે રવાના થઈ જશે. ફટાફટ ક્રિકેટમાં ડેથ ઓવરની બોલિંગ ભારતીય ટીમ માટે પડકાર બની રહી છે. ખુદ કેપ્ટન રોહિત શર્માએ પણ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રેણી જીત બાદ સ્વીકાર્યું કે અંતિમ ઓવરોમાં બોલિંગ સુધારવાની જરૂર છે. વર્લ્ડકપ માટે સ્ટેન્ડ બાય દીપક ચાહરને પાછલી શ્રેણીમાં તક મળી નહોતી.

હવે ફાસ્ટ બોલરોને રોટેટ કરવામાં આવતાં તે રમી શકે છે. અર્શદીપ સિંહ પાસેથી પણ સ્લોગ ઓવરોમાં સારા પ્રદર્શનની આશા રહેશે જે બુમરાહનો સાથ આપશે. ભારતીય ટીમને પોતાના બે મુખ્ય બોલરો હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારની ખોટ સાલશે. આ બન્નેને વર્લ્ડકપ પહેલાં આરામ આપવામાં આવ્યો છે તો મોહમ્મદ શમી હજુ પણ કોરોનાગ્રસ્ત હોવાથી તેને આ શ્રેણીમાં લેવાયો નથી. બેટિંગમાં રાહુલ, રોહિત, કોહલી, પંત સહિતના બેટરો ઉપર દારોમદાર રહેશે.


Related News

Advertisement
Advertisement
Advertisement