જુનાગઢનાં ખડીયા ગામે રિસામણે બેઠેલ પત્નીનાં મામલે ડખ્ખો: ધારીયા-કુહાડીથી હુમલો કર્યો

28 September 2022 12:08 PM
Junagadh
  • જુનાગઢનાં ખડીયા ગામે રિસામણે બેઠેલ પત્નીનાં મામલે ડખ્ખો: ધારીયા-કુહાડીથી હુમલો કર્યો

માળીયા (હા)ના બાબરા ગામે જુગાર રમતા છ ઝડપાયા

જુનાગઢ તા.28
જુનાગઢના ખડીયા ગામે પત્ની રીસામણે ગયેલ અને જેનો કોર્ટમાં કેસ ચાલતો હોય જે બાબતે ડખ્ખો થતા જેમાં કુહાડી-ધારીયા સહિત હથીયારો વડે હુમલો કરી લોહીલોહાણ કરી દીધેલ વચ્ચે સમજાવવા ગયેલ વ્યકિતને પણ આરોપીઓએ ગંભીર ઈજાઓ કર્યાની ફરીયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

ખડીયા હનુમાનપરા ખાતે રહેતા ફરીયાદી સાગરભાઈ કાનાભાઈ વારોસરીયાના પત્ની અગાઉ રીસામણે ગયેલ જેનો કોર્ટમાં કેસ ચાલતો હોય જેનું બન્ને પક્ષે મનદુ:ખ ચાલતુ હોય જેમાં આરોપી રમેશ અરજણ ડાંગરએ વાતચીત કરી ઉશ્કેરાઈ જઈ સાહેદ કાનાભાઈ દેવાયતભાઈને આરોપીઓ રમેશ અરજણ ડાંગર અને રાહુલ રમેશ ડાંગરે માર મારતા હોય જેની જાણ સાગરભાઈને થતા પિતાને છોડાવી ઘરે લઈ જતા હતા.

ત્યારે આરોપીઓએ સમજાવવા જતા આરોપીઓ રમેશ અરજણ ડાંગર, રાહુલ રમેશ ડાંગર, અને લક્ષ્મીબેન રમેશ ડાંગરે ઝઘડો કરી રાહુલ રમેશે કુહાડીનો ઘા કાનાભાઈને મારી દેતા વચ્ચે પડેલા સાગરભાઈ વાતચીત કરતા હોય ત્યારે આરોપીઓ નરેશ ભીખુ ગરેણીયા, અશોક ભીખુ ગણેણીયા, મીલન સુરેશ સોલંકી, અને અનીલ સુરેશ સોલંકી રે. તમામ ખડીયા વાળાઓએ અલગ અલગ ત્રણ મોટર સાયકલોમાં આવી પ્રાણઘાતક હથીયારો વડે હુમલો કરી સાગરભાઈની આંખના ઉપરના ભાગે ધારીયાનો ઘા મારી અન્ય 6 શખ્સોએ લાકડીઓના ઘા માર્યાની અને ભુંડી ગાળો આપ્યાની ફરીયાદ નોંધાવતા પીએસઆઈ ધોકડીયાએ તપાસ હાથ ધરી છે.

જુગાર
માળીયા હાટીનાના બાબરા ગીર ગામે મોડી રાત્રીના બેના સુમારે જાહેરમાં જુગઠું ખેલતા રામજી દાના વાઢેર, સુરેશ ભાનુશંકર મહેતા, અરજણ કારા પંડીત, અરવીંદ કાન્તી, નારણ નગા પીઢીયા, અને બાલુ વીરા ભંભાણાને રોકડ રૂા.11440 બે મોબાઈલ રૂા.5500 સહિત કુલ રૂા.16940ની મત્તા સાથે દબોચી લીધા હતા.


Advertisement
Advertisement
Advertisement