ઉનાના સનખડા પ્રા.આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ વર્ષોથી બંધ હાલતમાં

28 September 2022 12:48 PM
Veraval
  • ઉનાના સનખડા પ્રા.આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ વર્ષોથી બંધ હાલતમાં

ઈમરજન્સી સમયે 13 ગામનાં લોકોને મુશ્કેલી: તબીબ પણ નથી

ઉના,તા.28 : ઊનાના સનખડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી આયુષ્ય ડોક્ટર તેમજ ઇમરજન્સી એમ્બ્યુલન્સના અભાવે આજુબાજુના 13 ગામના લોકોને હાલાકી ભોગવવી પડે છે. સનખડાની 10 હજારની વસ્તી ધરાવતુ ગામ આવેલુ હોય તેમાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દી લોકો માટે એકપણ સરકારી ઇમરજન્સી એમ્બ્યુલન્સ ન હોવાના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.

જોકે આ આરોગ્ય કેન્દ્રમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ છે. પરંતુ તે છેલ્લા ઘણા સમયથી ધુળ ખાઇ રહી છે. તંત્ર દ્રારા હજુ સુધી રીપેરીગ કામ કરવામાં આવેલ ન હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. તો બીજી ધોકડવાથી એમ્બ્યુલન્સ ફાળવામાં આવેલ એ એમ્બ્યુલન્સ પણ બંધ હાલતમાં મુકી દેતા લોકો માત્ર દર્શન કરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયેલ છે. જેના કારણે દર્દીઓને સારવાર અર્થે નાછુટકે ખાનગી વાહનોમાં વધુ ભાડાખર્ચ કરીને જવા મજબૂર થવુ પડે છે.

સનખડામાં પ્રા.આરોગ્ય કેન્દ્ર હેઠળ 13 ગામો આવતા હોય આ કેન્દ્રમાં આયુષ્ય ડોક્ટર ન હોવાના કારણે સબ સેન્ટરોમાં જાણે રામરાજ્ય પ્રજાસુખી જવો ઘાટ સર્જાયેલ હોય જેના કારણે સબ સેન્ટરોની વિજીટ થતી નથી. જ્યારે આ કેન્દ્રમાં એમ બી બી એસ ડોક્ટર છે તો તેવો ઓપીડીમાં વ્યસ્થ હોવાથી સબ સેન્ટરોની મુલાકાત કરી શક્તા નથી. જેથી આજુબાજુના ગામના દર્દીઓને ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે જોકે બપોર બાદ સબ સેન્ટરો સમયસર ખુલતા ન હોવાથી દર્દીઓને નાછુટકે ખાનગી હોસ્પીટલેમાં જવુ પડે છે તેવા આક્ષેપ ગ્રામજનોએ કરેલ


Advertisement
Advertisement
Advertisement