ઉના વિધવા સહાય કૌભાંડમાં સંડોવાયેલા એક આરોપીની જામીન અરજી નામંજુર

28 September 2022 12:49 PM
Veraval
  • ઉના વિધવા સહાય કૌભાંડમાં સંડોવાયેલા એક આરોપીની જામીન અરજી નામંજુર

ઉના,તા.28 : ઊના મામલતદાર કચેરીમાં વિધવા મહીલાના રૂ.2.30 લાખના કોંભાડમાં ઉના કોર્ટે એક આરોપીની જામીન નામંજુર કરી. ઉના મામલતદાર કચેરીમાં આવતી સરકારની વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીની રકમ ઓનલાઇન લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની થતી હોય છે. આવી રકમ મામલતદાર ઓફીસમાં કામ કરતા આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર દ્રારા જુદા જુદા સમયગાળા દરમ્યાન કોઇને જાણ કર્યા વગર બેંક એકાઉન્ટના નંબરો ચેન્જ કરી મામલતદાર ઓફીસના કર્મચારી તેમજ અન્ય ઓપરેટરના સગા કુટુંબના બેંક એકાઉન્ટમાં રૂ.2 લાખ 30 હજારની રકમ અલગ અલગ રીતે નાખી બારોબાર કોંભાડ આચરવામાં આવ્યુ હતું. આ અંગેની મામલતદારે ઉના પોલીસમાં ફરીયાદ નોધાવી હતી. જેમાં પોલીસ દ્રારા તુષાર ધીરજલાલ કાચા તેમજ વિનોદ સોલંકી બે શખ્સોની અટક કરી પુછપુરછ કરવામાં આવેલ જેમાં વધુ અન્ય કર્મચારીના નામ ખુલવા પામેલ હતા. આ અંગે પોલીસે બન્ને શખ્સોની ચાર્ટશીટ તૈયાર કરી કોર્ટમાં રજુ કરેલ જેમાં બન્ને શખ્સોને જેલ હવાલે કરેલ હતા. જેમાં આરોપી તુષાર ધીરજલાલ કાચાએ જામીન અરજી મુકેલ હતી. જેમાં સેસન્સ કોર્ટે તુષાર કાચાની જામીન અરજી નામંજુર કરી હતી.


Advertisement
Advertisement
Advertisement