સિનેમા ઉદ્યોગ અને થિયેટર ઉદ્યોગને બચાવવા સરકાર મેદાનમાં આવશે

28 September 2022 02:36 PM
Business Entertainment India
  • સિનેમા ઉદ્યોગ અને થિયેટર ઉદ્યોગને બચાવવા સરકાર મેદાનમાં આવશે

દેશમાં સૌથી મોટો ગણાતો ફિલ્મ ઉદ્યોગ બોલીવુડમાં ફલોપ ફિલ્મોની હારમાળા તથા પ્રેક્ષકોમાં પણ ફિલ્મો જોવાના ઘટી રહેલા ક્રેઝથી હાલ સિનેમા અને થિયેટર બંને ઉદ્યોગ જબરી મુશ્કેલીમાં છે તે વચ્ચે કેન્દ્ર સરકારે હવે આ ઉદ્યોગની મદદે આવવાનો નિર્ણય લીધો છે.

સરકાર ટૂંક સમયમાં ફિલ્મોના પ્રમોશન અને શૂટીંગ તેમજ થિયેટર માટે નવી પોલીસી જાહેર કરશે. માહિતી અને પ્રસારણ મંત્રી અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું કે સરકાર મોડલ થિયેટર નીતિ જે કર્ણાટકમાં અપનાવાઈ છે તેને રાષ્ટ્રીય કક્ષાએ લોન્ચ કરશે.

દેશમાં હાલ થિયેટરની સંખ્યા 12 હજારમાંથી ઘટીને 8 હજાર થઇ છે અને સિંગલ સ્ક્રીન થિયેટરોની સંખ્યા ઘટી રહી છે. તેને ફરી લોકપ્રિય બનાવવા માટે સરકાર આગળ આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement