હું રિમિકસને જેટલું જોઉં છું, તે એટલું જ બગડેલું લાગે છે: રહેમાન

28 September 2022 02:39 PM
Entertainment India
  • હું રિમિકસને જેટલું જોઉં છું, તે એટલું જ બગડેલું લાગે છે: રહેમાન

નેહા કકકડનું નામ લીધા વિના સંગીતકારનો કટાક્ષ

મુંબઈ: રિમિકસ મામલાએ ફેમસ સિંગર ગરબા કવીન ફાલ્ગુની પાઠક અને નેહા કકકડ વચ્ચે વિવાદ શમ્યો નથી ત્યાં બોલીવુડ અને સાઉથની ફિલ્મોના સફળ સંગીતકાર એ.આર.રહેમાને પણ હવે રિમિકસ ગીતો પર ફટકાર વરસાવી છે. તેમણે નામ લીધા વિના નેહા કકકડ પર કટાક્ષ કર્યો છે. તેમની વાતોથી સ્પષ્ટ થયું છે કે તે રિમિકસ કલ્ચરના સમર્થનમાં નથી.

એક ઈન્ટરવ્યુમાં એ.આર.રહેમાને જણાવ્યું હતું કે હું રિમેકસ કલ્ચરને જેટલું વધુ જોઉ છું, એ એટલું જ બગડેલું દેખાય છે. કમ્પોઝરનું ઈન્ટેન્શન (ઈરાદો) બગડી જાય છે. લોકો કહે છે- ‘મેં રી-ઈમેજીન’ કર્યું છે અરે, આપ ‘રી-ઈમેજીન’ કરવાવાળા કોણ છો?

રહેમાને જણાવ્યું હતું કે હું કોઈ અન્યના કામથી ખૂબ જ સાવધાન રહું છું. આપે સન્માનજનક હોવું જોઈએ અને મને લાગે છે કે આ (રિમિકસ) એક ગ્રે એરીયા છે, જેનો રસ્તો કાઢવો જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે આ વિવાદની શરૂઆત 19 સપ્ટેમ્બર 2022 થી થઈ હતી. જયારે નેહા કકકડે પોતાનું નવું ગીત (રિમિકસ) ‘ઓ સજના’ રિલીઝ કર્યું હતું. આ રિમિકસ ગીત 1999માં રિલીઝ થયેલ ‘મૈંને પાયલ હૈ છનકાઈ’નું રિમેક હતું, જેને ફાલ્ગુની પાઠકે 23 વર્ષ પહેલા ગાયું હતું.

આ ગીત ત્યારે અને હાલમાં પણ લોકપ્રિય છે. આ રિમિકસ રિલીઝ થતા જ યુઝર્સે નેહાને ખરીખોટી સંભળાવી હતી. એક એવરગ્રીન આઈકોનિક ગીતને ખરાબ કરવા પર યુઝર્સે નેહાને મેણાં માર્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement