સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના માતાનું નિધન

28 September 2022 02:41 PM
Entertainment India
  • સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના માતાનું નિધન

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ

નવી દિલ્હી તા.28
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના માતા ઈન્દિરા દેવીનું આજે વહેલી સવારે 4 વાગ્યે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને હૈદ્રાબાદની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. તબીયત બગડયા બાદ તેમને વેન્ટીલેટર પર રખાયા હતા, જયાં આજે અંતિમ શ્ર્વાસ લીધા હતા.

મહેશ બાબુના માતા ઈન્દિરાદેવીના પાર્થિવ શરીરના અંતિમ દર્શન પદ્માલય સ્ટુડીયોમાં રખાયા છે. બાદમાં અંતિમવિધિ કરાશે.

મહેશ બાબુનો માતા સાથે ઘણો લગાવ હતો. એમના પિતા અને સુપરસ્ટાર કૃષ્ણા ગારુએ વિજયા નિર્મલા સાથે બીજા લગ્ન કર્યા હતા. ઈન્દિરાદેવી પતિ કૃષ્ણાથી અલગ થયા બાદ એકલા રહેતા હતા પણ મહેશ બાબુ અને પરિવારના અન્ય સભ્યો હંમેશા તેમને મળતા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement