આજે ત્રીજા નોરતા નીમિતે જાણો માં ચંદ્રઘંટાના પુજનનું મહત્વ

28 September 2022 02:50 PM
Jamnagar Dharmik
  • આજે ત્રીજા નોરતા નીમિતે જાણો માં ચંદ્રઘંટાના પુજનનું મહત્વ

જામનગર તા.28: નવરાત્રીનો આજે ત્રીજો દિવસ છે. આ દિવસે મા ચંદ્રઘંટાનુ પુજન કરવામાં આવે છે. ચંદ્રઘંટાનુ સ્વરૂપ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે. તે જ કારણે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. માતાજીના શરીરનો રંગ સ્વર્ણ જેવો ચમકદાર છે.

તેમને દસ શરીરનો રંગ સ્વર્ણ જેવો ચમકદાર છે. તેમને દસ હાથ છે. જેમાં એક હાથ આર્શીવાદ આપતો, એક જ્ઞાનમુદ્રામમાં અને કમળ, ઘનુષ્ય, તીર, ત્રીશુળ, તલવાર, ગદા, કમંડળ, માળા શોભી રહ્યા છે. અને તેઓ સિંપર બીરાજમાન છે.

માતા ચંદ્રઘંટાની પુજા કરવાથી સાધકના બધા પાપો અને અવરોધો દૂર થાય છે. અને માણસના તમામ દુખ તેમજ વેદનાઓ દૂર થાય છે અને સાધક બળવાન તેમજ નિર્ભય બને છે. આ દિવસે માતાજીની ખાસ પુજાવિધી દ્વારા ભકતજનો તેમની શ્રધ્ધાભેર સ્થાપના કરે છે. માતાજીની પુજામાં વિશેષ સફેદ પુષ્પોનો ઉપયોગ કરવામાં આવે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement