ભાજપ સાંસદ-અભિનેતા રવિ કિશન સાથે રૂા.3.25 કરોડની ઠગાઈ

28 September 2022 03:38 PM
Entertainment India
  • ભાજપ સાંસદ-અભિનેતા રવિ કિશન સાથે રૂા.3.25 કરોડની ઠગાઈ

10 વર્ષ પહેલા સાંસદે એક વેપારીને 3.25 કરોડ ઉધાર આપેલા જે પરત ન આવતા ફરિયાદ

મુંબઈ તા.28
ભાજપ સાંસદ અને ફિલ્મ અભિનેતા રવિ કિશન સાથે રૂા.3.25 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે સાંસદ- અભિનેતા રવિ કિશને 10 વર્ષ પહેલા એક વેપારીને 3.25 કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતા, જેનો ચેક પરત ફરતા આ મામલે મુંબઈ પોલીસમાં સાંસદે ફરિયાદ કરી છે.

સાંસદ રવિકિશને પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2012માં ઈસ્ટ મુંબઈમાં કમલા પાલી બિલ્ડીંગના નિવાસી જૈન જિતેન્દ્ર રમેશને 3.25 કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતા, જયારે તે પાછા માંગ્યા તો તે આનાકાની કરવા લાગ્યો હતો.

બાદમાં દબાણ કર્યું તો 34-34 લાખ રૂપિયાના 12 ચેક આપ્યા હતા. જેમાં 34 લાખ રૂપિયાનો ચેક બેન્કમાં નાખતા તે બેલેન્સના અભાવે પરત ફર્યો હતો. આ બાબતે વેપારીનું ધ્યાન દોર્યું તો તેણે સંતોષજનક જવાબ નહોતો આપ્યો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement