એકતા કપુર અને તેની માતા શોભા કપુર સામે બેગુસરાય કોર્ટથી ધરપકડ વોરંટ

28 September 2022 03:39 PM
Entertainment India
  • એકતા કપુર અને તેની માતા શોભા કપુર સામે બેગુસરાય કોર્ટથી ધરપકડ વોરંટ

વેબસીરીઝ ‘એકસએકસએકસ સીઝન-2’ માં સૈનિક પત્નીના વાંધાજનક દ્દશ્યોને લઈને કેસ થયેલો

મુંબઈ તા.28
એકતાકપુર તેની વેબસીરીઝ ‘એકસએકસએકસ સીઝન-2’ ફસાતી નજરે પડી રહી છે. એકતા કપુર અને તેની માતા શોભાકપુર સામે બેગુસરાય ન્યાયાલય તરફથી ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષ આ સીરીઝમાં દર્શાવવામાં આવેલા વાંધાજનક સીનને લઈને બિહારના બેગુસરાઈ કોર્ટમાં આ વેબસીરીઝ સામે કેસ દાખલ થયો હતો.

સૈનિકોના અપમાનના આ મામલે એકતાકપુર અને તેની માતા શોભાકપુરને આ ધરપકડ વોરંટ ઈસ્યુ કરાયું છે. ખરેખર તો આ વેબ સીરીઝમાં સૈનિકની પત્નીના વાંધાજનક દ્દશ્યો દર્શાવાયા હતા.

એકતાકપુર પર આરોપ લગાવાયો હતો કે સીરીઝમાં સૈનિકો અને તેમની પત્નીઓને ખોટી રીતે દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે એકતા કપુરે વેબસીરીઝમાંથી વાંધાજનક દ્દશ્યો હટાવી દીધા હતા અને માફી પણ માંગી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement