ગુજરાતમાં આતંકી હુમલાનો ખતરો : કેનેડાની ટ્રાવેલ એડવાઈઝરી

28 September 2022 03:51 PM
Gujarat India Travel World
  • ગુજરાતમાં આતંકી હુમલાનો ખતરો : કેનેડાની ટ્રાવેલ એડવાઈઝરી

કેનેડાના નાગરિકોને ભારત-પાક. સરહદી ક્ષેત્રના ત્રણ રાજ્યોની મુલાકાત ન લેવા સલાહ અપાઈ

નવી દિલ્હી,તા. 28
કેનેડાએ ભારતમાં આતંકી હુમલાની શક્યતા દર્શાવીને તેના નાગરિકોને ભારતની મુલાકાત સમયે પંજાબ, રાજસ્થાન, ગુજરાત ન જવા સલાહ આપી છે. કેનેડાની સરકારે બહાર પાડેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં ભારતના ત્રણ સરહદી રાજ્યો પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં આતંકી હુમલાનો ખતરો હોવાનું જણાવી તેના દેશના નાગરિકોને આ ત્રણ રાજ્યોની મુલાકાત નહીં લેવા સલાહ આપી છે.

કેનેડા દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીમાં જણાવાયું છે કે ભારત અને પાકિસ્તાનની સીમા ક્ષેત્રના 10 કિલોમીટરના વિસ્તારમાં જવું સલાહભર્યું નથી. કેનેડાની આ એડવાઈઝરીમાં ગુજરાત, પંજાબ, રાજસ્થાનનો ખાસ ઉલ્લેખ કરાયો છે. અને જણાવ્યું છે કે વિસ્ફોટનો ખતરો છે અને તે સુરક્ષાના હેતુથી ગંભીર હોય શકે છે.

હાલમાં કેનેડામાં હિન્દુ મંદિરો અને હિન્દુઓ પર થયેલા હુમલામાં ભારતે આકરું વલણ લીધું હતું અને કેનેડામાં હેટ ક્રાઇમની ઘટનાઓ પ્રત્યે મોદી સરકારે કેનેડાની જસ્ટીન ટુડો સરકારને આકરા સંદેશામાં ભારતીય મંદિરો અને મૂળ ભારતીય સહિતના નાગરિકોની સુરક્ષા માટે જણાવ્યું હતું.

જેના જવાબમાં કેનેડાએ આ એડવાઈઝરી બહાર પાડી છે સાથોસાથ જણાવ્યું છે કે જો જરુર ન હોય તો મણીપુર, આસામ જેવા પૂર્વોતર રાજ્યોમાં પણ પ્રવાસ કરવો જોઇએ નહીં. આ એડવાઈઝરી 23 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement