પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો: 21 સૈનિકો ઘાયલ

28 September 2022 03:53 PM
India World
  • પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો: 21 સૈનિકો ઘાયલ

પાકિસ્તાનમાં સુરક્ષા દળો પર વધતા જતા હુમલા

ખૈબર પખ્તુનવા (પાકિસ્તાન): અફઘાનીસ્તાનની સીમા નજીક પાકિસ્તાનના અશાંત ક્ષેત્ર ખૈબર પખ્તુનવા પ્રાંતમાં મંગળવારે એક આત્મઘાતી હુમલામાં 21 જેટલા પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા હતા. હુમલાખોરોએ ઉતરી વઝીરીસ્તાનમાં મીર અલી બાયપાસ રોડ પર સેનાના વાહનને નિશાન બનાવ્યું હતું.

સુત્રોએ જણાવ્યું હતું કે આ આત્મઘાતી હુમલામાં ઘાયલ સૈનિકોને સારવાર માટે સૈન્ય પ્રાથમીક સારવાર કેન્દ્રમાં ખસેડાયા હતા. હાલમાં જ તહરીક એ પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામ કરવા છતાં જનજાતીય જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા સુરક્ષા દળો પર હુમલાના બનાવોમાં વધારો થયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement