રી-ડેવલપમેન્ટ નીતિમાં મોટો બદલાવ : જેટલા એપાર્ટમેન્ટ હોય તેટલા જ બનાવી શકાશે

28 September 2022 04:17 PM
Rajkot Business Gujarat
  • રી-ડેવલપમેન્ટ નીતિમાં મોટો બદલાવ : જેટલા એપાર્ટમેન્ટ હોય તેટલા જ બનાવી શકાશે

► રીયલ એસ્ટેટ ક્ષેત્રને છુટછાટની સાથોસાથ આકરી જોગવાઇઓ

► 9 મીટરથી નાના રોડ પર ફલેટની મંજુરી નહીં : ગામતળની જગ્યામાં 30 માળના ફલેટ પણ બની શકશે : ફાયર-કોમ્યુનિકેશન રૂમને એફએસઆઇમાં બાદ તથા બેઝમેન્ટમાં ઇલેકટ્રીક રૂમની મંજુરી

► જીડીસીઆરમાં ફેરફારનું નવું નોટીફીકેશન : રી-ડેવલપમેન્ટમાં શાળા કે હોસ્પિટલનું જેટલું બાંધકામ હશે તેટલી જ મંજુરી અપાશે

રાજકોટ, તા. 28
રાજય સરકારે રીયલ એસ્ટેટ ક્ષેત્રને સ્પર્શતા જીડીસીઆરમાં કેટલાક મહત્વના બદલાવ કર્યા છે અને ખાસ કરીને રી-ડેવલપમેન્ટ પોલીસીને ઘણી મોટી અસર થવાની સ્થિતિ ઉભી થઇ છે. રી-ડેવલપમેન્ટ અંતર્ગત અત્યાર સુધીની નીતિમાં બદલાવ કરીને હવે જેટલા એપાર્ટમેન્ટ હોય તેટલા જ નવા બાંધકામની છુટ રહેશેે તેવી જ રીતે 9 મીટરથી નાના રોડમાં હાઇરાઇઝ બિલ્ડીંગની છુટ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજય સરકારે જીડીસીઆરમાં કેટલાક મહત્વના ફેરફારો કર્યા છે. આ ફેરફારો અંતર્ગત રી-ડેવલપમેન્ટમાં 9 મીટર કરતા નાના રોડ પર હવે ફલેટની મંજૂરી આપવામાં નહીં આવે એટલું જ નહીં રી-ડેવલપમેન્ટ પૂવે જેટલા એપાર્ટમેન્ટ હોય તેટલા જ એપાર્ટમેન્ટ બાંધી શકાશે. અત્યાર સુધી રી-ડેવલપમેન્ટમાં 9 મીટરથી નાના રોડમાં શાળા કે હોસ્પિટલના નવનિર્માણની મંજૂરી મળતી ન હતી પરંતુ હવે શાળા-હોસ્પિટલોમાં જેટલું બાંધકામ હશે તેટલુ નિર્માણ કરવાની મંજુરી આપવામાં આવશે.

રાજય સરકાર દ્વારા આ અંગેનું નોટીફીકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે અને કોર્પોરેશનને સતા પણ આપી દેવામાં આવી છે. રી-ડેવલપમેન્ટ હેઠળ બિલ્ડર વધારાના એપાર્ટમેન્ટ બનાવવા માંગતો હશે તો તેને મંજૂરી નહીં અપાઇ. આઇકોનીક બિલ્ડીંગને લઇને પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 30 માળથી વધુની હાઇરાઇઝ બિલ્ડીંગની મંજુરી આર-1 અને આર-2માં મળતી હતી પરંતુ હવે ગામતળમાં પણ આ મંજૂરી મળી શકશે.

અર્થાત ગામતળની જગ્યામાં પણ 30 માળની બિલ્ડીંગો જોવા મળશે. આ સિવાય પાર્કિંગ માટે બેઝમેન્ટ રસ્તાથી 6 મીટરથી મંજૂરી મળી શકશે. પરંતુ બિલ્ડીંગનું અંતર 1ર મીટરનું રાખવાનું ફરજીયાત કરાયું છે. 30 માળની બિલ્ડીંગના પાર્કિંગ માટે બેઝમેન્ટ રસ્તાથી 6 મીટર દુર હશે તો પણ મંજુરી આપવામાં આવશે.

અન્ય કેટલાક ફેરફારોમાં અત્યાર સુધી કોઇ પણ બિલ્ડીંગમાં પાર્કિંગ, લીફટ, સીડી વગેરે બાદ આપવામાં આવે છે. પરંતુ હવે તેમાં ફાયર અને કોમ્યુનિકેશન રૂમનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ બંને રૂમ પણ એફએસઆઇમાં બાદ મળશે. આ જ રીતે બેઝમેન્ટમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે ઇલેકટ્રીક રૂમને મંજુરી આપવાનું નકકી કરવામાં આવ્યું છે. રાજય સરકારના આ નોટીફીકેશન વિશે બિલ્ડરો દ્વારા હજુ વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો નથી પરંતુ નવા સુધારાના વ્યાપક પ્રત્યાઘાતો પડવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement