રાજસ્થાન કટોકટી : દિલ્હી જતા પૂર્વે મુખ્યમંત્રી ગેહલોત રાજ્યપાલને મળશે ? રાજીનામાની અટકળો

28 September 2022 04:24 PM
India Politics
  • રાજસ્થાન કટોકટી : દિલ્હી જતા પૂર્વે મુખ્યમંત્રી ગેહલોત રાજ્યપાલને મળશે ? રાજીનામાની અટકળો

કાલે કોંગ્રેસના પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા: સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ પત્રકારોને મળશે

જયપુર,તા. 28 : રાજસ્થાનમાં સર્જાયેલી રાજકીય કટોકટી વચ્ચે આજે કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીને મળવા જતા પૂર્વે મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે રાજ્યપાલને મળવા જવાના હોવાના અહેવાલથી નવી ઉત્તેજના સર્જાઈ છે અને તેઓ પોતે કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવા માટે મુખ્યમંત્રી પદ છોડશે તેવા સંકેત છે.

શ્રી ગેહલોતને આજે દિલ્હી પહોંચવા જણાવાયું છે અને તેઓ સાંજ સુધીમાં સોનિયા ગાંધીને મળશે અને આવતીકાલે તેઓ પોતાનું કોંગ્રેસ પ્રમુખપદ માટેનું ઉમેદવારી પણ નોંધાવશે તેવા સંકેત છે. પરંતુ તે પૂર્વે તેમની રાજ્યપાલ સાથેની મુલાકાતના અહેવાલથી માનવામાં આવે છે કે તેઓ પોતાનું રાજીનામુ સુપ્રત કરીને દિલ્હી જશે

અને એ પણ માનવામાં આવે છે કે કે તેઓ રાજીનામુ પત્ર સોનિયા ગાંધીને સુપ્રત કર્યા બાદ રાજ્યપાલને તે મોકલવા જણાવશે. બીજી તરફ રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદના દાવેદાર સચિન પાયલોટ હાલ દિલ્હીમાં જ છે અને કાલે એકવાર ગેહલોત ઉમેદવારી નોંધાવે પછી જ ચિત્ર સ્પષ્ટ થશે. દરમિયાન રાજસ્થાનમાં હજુ ગેહલોતના સ્થાને નવા મુખ્યમંત્રી કોણ હશે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement