વિહિપ-બજરંગદળ-દુર્ગાવાહિનીના સંયુકત ઉપક્રમે વિજયાદશમી પર્વની ચાલતી તડામાર તૈયારીઓ

28 September 2022 06:26 PM
Rajkot
  • વિહિપ-બજરંગદળ-દુર્ગાવાહિનીના સંયુકત ઉપક્રમે વિજયાદશમી પર્વની ચાલતી તડામાર તૈયારીઓ

આસુરી શકિત સામે દૈવી શકિતના વિજય રૂપે મનાવાતું પર્વ દશેરા પર્વે રેસકોર્ષમાં યોજાશે રાવણ દહન

રાજકોટ,તા.28
વિજયાદશમીનું પર્વ એટલે આશુરી શક્તિનો નાશ અને દેવી શક્તિનો વિજય વિશ્વ હિન્દુ પરીષદ - બજ2ંગદળ - દુર્ગાવાહીની દ્વારા રાજકોટ મહાનગરમાં વર્ષોથી રાક્ષસદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આગામી તા.5ના બુધવારના રોજ રેસકોર્ષ મેદાનમાં સાંજે 7-00 કલાકે રાક્ષસોના પુતળાનું દહન કરાશે તથા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવશે.

ઉપરાંત ખાસ તૈયાર કરવામાં આવેલ મંડપમાં શસ્ત્રો સજાવવામાં આવે છે. જયાં દરેક મુલાકાતીઓ શસ્ત્રનું પુજન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. આપણા બાળકો શસ્ત્ર પૂજનનું મહત્વ જાણે અને સમજે તે માટે આવું આગવું આયોજન કરવામાં આવે છે. જેનો દર વખતે બહોળી સંખ્યામાં લોકો લાભ લ્યે છે.

હિન્દુ સંસ્કૃતિમાં વિજયાદશમીનું મહત્વ જોઈએ તો દિવાળીએ ભારતની વિશ્વ કલ્યાણકા2ી સનાતન સંસ્કૃતિનો દિપપ્રાગટય તે પહેલા અશુરી શક્તિના નાશ માટે વિજયાદશમીના દિવસે રાક્ષસ દહન તથા શસ્ત્ર પૂજન કરી વિજયાદશમીની ઉજવણી કરવાનું વિશેષ મહત્વ રહેલ છે. જે અંતર્ગત દર વર્ષે વિ.હિ.પ. - બજરંગદળ - દુર્ગાવાહીનીના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવે છે. રાક્ષસના પૂતળા બનાવનાર કારીગરોને ખાસ યુ.પી. (આગ્રા) થી બોલાવવામાં આવે છે. આ ટીમ પુતળા બનાવવાના સ્પેશ્યાલીસ્ટ છે આ લોકો રાત-દિવસ જહેમત ઉઠાવીને આ પૂતળાઓ તૈયાર કરે છે.

વિ.હિ.પ. દ્વારા પણ વર્ષોથી તેમની સેવા લેવામાં આવે છે. સળગી ઉઠે તેવી સામગ્રીના ઉપયોગથી બધા જ પૂતળાઓ બનાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં બધા સહભાગી થાય તે માટે વિ.હિ.પ. રાજકોટ મહાનગરના અધ્યક્ષ શાંતુભાઈ રૂપારેલીયા તથા કાર્યકારી અધ્યક્ષ હસુભાઈ ચંદારાણા તથા કોષાધ્યક્ષ વિનુભાઈ ટીલાવત દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. તેમ પ્રચાર પ્રસાર વિભાગના નિતેશભાઈ કથીરીયાની યાદીમાં જણાવેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement