બ્રહ્માકુમારી ગુજરાત ઝોન ડાયરેકટર ભારતી દીદીજીનો કાલે 82માં વર્ષમાં પ્રવેશ: સામાજિક સેવાઓ દ્વારા ઉજવણી

28 September 2022 06:28 PM
Rajkot
  • બ્રહ્માકુમારી ગુજરાત ઝોન ડાયરેકટર ભારતી દીદીજીનો કાલે 82માં વર્ષમાં પ્રવેશ: સામાજિક સેવાઓ દ્વારા ઉજવણી

રાજકોટ,તા28 : સેવા પરમો ધર્મ એ લક્ષ સાથે છેલ્લા 70 વર્ષથી આધ્યાત્મિકતા નું સિંચન કરનાર બ્રહ્માકુમારી ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદીજી આવતીકાલે 82માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના જન્મદિવસની અનેક સામાજિક સેવાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.

=ઈંબ્રહ્માકુમારી સાથે જોડાયેલા રાજયોગી 82 ભાઇ-બહેનોએ 82 મિનિટ વિશ્વ શાંતિ સદભાવના અને સુરક્ષા અર્થે શ્રેષ્ઠ વિચારો થકી વાયુ મંડળને શક્તિશાળી બનાવવા અર્થે મંગલ કામના કરેલ.

=ઈંપહેલું સુખ તે જાતે નર્યા તે લક્ષ્યથી સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.

=ઈંસફાઈ દ્વારા શહેરની શોભા વધારનાર વોર્ડ નંબર 13 ના 82 સફાઈ કર્મચારીઓને સારા સંસ્કાર નો સંદેશ આપવાની સાથે રાશન કીટ વિતરણ કરવામાં આવેલ.

=ઈંસુખદ, સુરક્ષિત યાત્રા કરાવનાર રીક્ષા ચાલકને જીવન મૂલ્ય નો સંદેશ આપી ભેટ સોગાત આપવાના લક્ષ્યથી રીક્ષા ચાલકો માટે સ્નેહમિલન નું આયોજન કરવામાં આવેલ છે.

=ઈં82 વડીલ વંદના

=ઈં82 વૃક્ષ અર્પણ તથા વ્યસન મુક્ત થયેલ 82 લોકોનું સન્માન કરી ભારતી દીદીજીના જન્મદિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવશે. નૈતિક અને માનવીય મૂલ્યો જ જીવનનો સાચો શણગાર છે ત્યાગ અને તપથી સમાજને નવી દિશા આપવામાં રાજયોગિની ભારતી દીદીનું જીવન અનેક માટે પ્રેરણા રૂપ છે.

Related News

Advertisement
Advertisement
Advertisement