શ્રવણમંદો માટેની છઠ્ઠી નેશનલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટના હિરેનભાઈ પંડ્યાનો વિજય

28 September 2022 06:30 PM
Rajkot
  • શ્રવણમંદો માટેની છઠ્ઠી નેશનલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટના હિરેનભાઈ પંડ્યાનો વિજય

રાજકોટ,તા.28 : શ્રવણમંદ માટેની છઠ્ઠી નેશનલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ મૈસુર તા.18/09/22 થી 24/09/22 દરમ્યાન યોજાઈ હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતમાંથી 16 રાજ્યોના શ્રવણમંદ વ્યક્તિઓ ની પસંદગી થઈ હતી.તેમાં ગુજરાત માંથી 6 રાજકોટ શહેરમાંથી બે વ્યક્તિની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી રાજકોટની છ.શા. વિરાણી બહેરા મૂંગા શાળાના શ્રવણમંદ શિક્ષક હિરેનભાઈ પંડ્યાની પસંદગી થઈ હતી જેમાં ગુજરાતને ત્રીજો નંબર મળ્યો હતો અને ગુજરાતની ટીમ વિજય બની બોન્ઝ મેડલ મેળવીને તેઓએ શાળાનું નામ તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement