જપ્ત કરેલું સ્કૂટર છોડાવવા પોલીસમેન અને જીઆરડી જવાને રૂ.6 હજારની લાંચ લીધી : એસીબીએ દબોચી લીધા

28 September 2022 09:24 PM
Surat Crime Gujarat
  • જપ્ત કરેલું સ્કૂટર છોડાવવા પોલીસમેન અને જીઆરડી જવાને રૂ.6 હજારની લાંચ લીધી : એસીબીએ દબોચી લીધા

કોર્ટે સ્કૂટર છોડવા પોલીસનો અભિપ્રાય માંગેલો: આરોપીઓએ પહેલા 15 હજાર બાદ 6 હજારની લાંચ નક્કી કરી હતી

વલસાડ:
વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં જપ્ત થયેલું સ્કૂટર છોડાવવા માટે પોલીસ જવાન અને જીઆરડી જવાને લાંચ માંગી હતી, ત્યારે 6000ની લાંચ સ્વીકારતા સમયે જ એસીબીની ટીમે ત્રાટકી બન્નેને દબોચી લીધા હતા.

વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગૌરવભાઈ રમેશભાઈ ડાભી અને જીઆરડી પ્રદિપભાઈ ગમનભાઈ પટેલને એસીબીએ રંગે હાથ ઝડપ્યા છે. વિગત એવી છે કે, કોર્ટે સ્કૂટર છોડવા પોલીસનો અભિપ્રાય માંગેલો, જે બાદ આરોપીઓએ પહેલા 15 હજાર અને રક્ઝકના અંતે 6 હજારની લાંચ નક્કી કરી હતી. પોલીસ મથકના ધાબા ઉપર ફરિયાદીને બોલાવી લાંચ સ્વીકારતા સમયે જ એસીબીએ આરોપીને દબોચી લીધો હતો. હાલ બન્નેને અટકાયતમાં લઈ વધુ તપાસ શરૂ કરાઈ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement