દુનિયાના અન્ય દેશો કરતાં ભારતીય શેરબજારનું ‘પરફોર્મન્સ’ સારુ

29 September 2022 09:48 AM
Business India World
  • દુનિયાના અન્ય દેશો કરતાં ભારતીય શેરબજારનું ‘પરફોર્મન્સ’ સારુ

અમેરિકા સહિત વિશ્વ સ્તરે 7 થી 50 ટકાનો ઘટાડો જ્યારે ભારતીય માર્કેટ ચાલુ વર્ષે માત્ર 3.50 ટકા જ ઘટ્યું

મુંબઈ,તા. 29
ભારતીય શેરબજાર છેલ્લા છ દિવસમાં મંદીના ભરડામાં સપડાયાનો ઘાટ ઘડાયો હતો પરંતુ દુનિયાના અન્ય માર્કેટોની સરખામણી કરવામાં આવે તો ભારતીય માર્કેટની મંદી પ્રમાણમાં ઓછી હોવાનું માલુમ પડે છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના રિપોર્ટમાં જણાવાયું છે કે, ચાલુ વર્ષે દુનિયાના અન્ય દેશો કરતાં ભારતીય શેરબજારનું પરફોર્મન્સ પ્રમાણમાં સારુ છે. ચાલુ વર્ષે ભારતીય શેરબજારમાં સરેરાશ 3.5 ટકાનો ઘટાડો થયો છે. તેની સામે બ્રિટનના માર્કેટમાં 6.5 ટકા, જાપાનમાં 9.8 ટકા, ચીનમાં 16 ટકા, અમેરિકામાં 20 ટકા, ફ્રાંસમાં 20 ટકા, સ્વિત્ઝરલેન્ડમાં 22.2 ટકા, હોંગકોંગમાં 23.3 ટકા, જર્મનીમાં 23.7 ટકા અને રશિયાના શેરબજારમાં 49.8 ટકાનો ઘટાડો થયો છે.

આ દ્રષ્ટિએ ભારતીય માર્કેટનું પરફોર્મન્સ સારુ ગણી શકાય છે. ભારતીય માર્કેટ બહુ ન ઘટવા પાછળનું કારણ રિટેલ ઇન્વેસ્ટરોનું જંગી રોકાણ છે. કોરોના કાળ વખતથી રિટેલ ઇન્વેસ્ટરો શેરબજારમાં અબજો રુપિયા ઠાલવી રહ્યા છે. કોરોના વખતથી જ 2.9 લાખ કરોડનું રોકાણ કર્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement