ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી કોહલી કમાય છે નવ કરોડ !

29 September 2022 10:21 AM
Business India Sports Technology
  • ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી કોહલી કમાય છે નવ કરોડ !

ફોર્બ્સ ઈન્ડિયાએ જાહેર કરેલી યાદી પ્રમાણે દુનિયાના ટોચના 15 સૌથી વધુ કમાણી કરતાં લોકોમાં કોહલી 14મા ક્રમે

નવીદિલ્હી, તા.29
ભારતીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી નવ કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યો છે. દુનિયાની ટોચની 15 સૌથી વધુ કમાણી કરનારી હસ્તીઓમાં તે 14મા ક્રમે છે.

તાજેતરમાં જ ફોર્બ્સ ઈન્ડિયાએ ઈન્સ્ટાગ્રામ ઉપર દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનારી હસ્તીઓના નામ જાહેર કર્યા છે. તેના અહેવાલ પ્રમાણે વિરાટ કોહલી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી 10,88,000 ડૉલર (8,88,89,600 રૂપિયા)ની કમાણી કરે છે. જ્યારે પોર્ટુગલનો ફૂટબોલર રોનાલ્ડો આ યાદીમાં ટોચ પર છે. તે પોતાની એક પોસ્ટ થકી 19,58,34,900 રૂપિયા કમાય ચે. ત્યારપછી ટોપ-5માં કાઈલી જેનર, લિયોનેલ મેસ્સી, સેલેના ગોમેઝ અને ડવેઈન જોન્સન મતલબ કે ધ રોક આવે છે.

ભારતીય સેલિબ્રિટીઝમાં વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર કમાણી કરનારા લોકોમાં ટોચ પર છે. યાદીમાં ટોપ-100માં જગ્યા બનાવનારી એકમાત્ર અન્ય ભારતી અભિનેત્રી પ્રિયંકા ચોપડા છે જે 27મા ક્રમે છે. પ્રિયંકાની પ્રતિ પોસ્ટ કમાણી 3,29,25,100 રૂપિયા છે. વિરાટ દુનિયાભરની જાણીતી હસ્તીઓમાં સામેલ કેટી પેરી, નેમાર જુનિયર, માઈલી સારસ, લેબ્રોન જેમ્સ સહિતના કરતાં આગળ છે.

આફ્રિકાનો પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સ પણ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ થી 97000 ડોલર કમાય છે. તે આ યાદીમાં 76મા ક્રમે છે. વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સ્પોર્ટસ સ્ટાર્સની યાદીમાં ચોથા ક્રમે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement