ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડઝના ઈરાકમાં આતંકી ઠેકાણાઓ પર હુમલા: 13ના મોત

29 September 2022 11:11 AM
India World
  • ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડઝના ઈરાકમાં આતંકી ઠેકાણાઓ પર હુમલા: 13ના મોત

મિસાઈલ અને ડ્રોન હુમલામાં 58 લોકો ઘાયલ

તહેરાન (ઈરાન) તા.29
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસે આજે પડોશી ઉતરી ઈરાકના કુંદ ક્ષેત્રમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં 13 લોકો માર્યા ગયા હતા, ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલામાં લગભગ 58 લોકો ઘાયલ થયા છે.

ઈરાની સરકારી સમાચાર એજન્સી અને અન્ય પ્રસારકોએ જણાવ્યું હતું કે દેશના રિવોલ્યુશનરી ગાર્ડે ઉતરી ઈરાકમાં અલગાવવાદી સમૂહના કેટલાક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો. જેમાં 13 લોકોના મોત અને 58 ઘાયલ થયા હતા.

બીજી બાજુ ઈરાકી કુર્દ સૂત્રોએ જણાવ્યું હતું કે ઈરાકી કુર્દીસ્તાન પાસે કુર્દોના ઓછામાં ઓછા 10 ઠેકાણાઓ પર હુમલા થયા હતા. સૈન્ય શિબિર, ઘર, કાર્યાલયો અન્ય વિસ્તારોને નિશાન બનાવાયા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement