હોલિવુડના અભિનેતા રોબર્ટ કોર્મિયરનું 33 વર્ષે નિધન

29 September 2022 11:24 AM
Entertainment India World
  • હોલિવુડના અભિનેતા રોબર્ટ કોર્મિયરનું 33 વર્ષે નિધન

‘હાર્ટલેન્ડ’ ટીવી શોથી લોકપ્રિય અભિનેતાનું પડી જવાથી મૃત્યુ થયું

ન્યુયોર્ક તા.29
હોલીવુડના જાણીતા અભિનેતા અને લોકપ્રિય ટીવી શો ‘હાર્ટલેન્ડ’ના કલાકાર રોબર્ટ કોર્મિયરનું માત્ર 33 વર્ષની વયે નિધન થયું છે. તેમનું નિધન પડી જવાથી ઈજા થવાથી થયું છે.

‘અમેરિકન ગોડસ’, ‘હાર્ટલેન્ડ’, ‘સ્લેશર’ જેવા ટીવી શોમાં અભિનયે તેને એક આગવી ઓળખ આપી હતી. ‘હાર્ટલેન્ડ’ ટીવી શોના કલાકારો અને ક્રુ મેમ્બરોએ પણ કોર્મિયરના નિધન પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી આપી હતી. કોર્મિયરે ટોરંટોમાં યોક યુનિવર્સિટીમાં શિક્ષણ લીધુ હતું. તેના પરિવારના જણાવ્યા મુજબ કોર્મિયરને બીજાની મદદ કરવાનું જુનુન હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement