વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે : ભરચક્ક કાર્યક્રમો

29 September 2022 11:26 AM
Ahmedabad Gujarat India
  • વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે : ભરચક્ક કાર્યક્રમો
  • વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે : ભરચક્ક કાર્યક્રમો
  • વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે : ભરચક્ક કાર્યક્રમો
  • વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે : ભરચક્ક કાર્યક્રમો

► વિવિધ ક્ષેત્રોના કરોડો રૂપિયાના વિકાસકામોનો શિલાન્યાસ-લોકાર્પણ કરશે

અમદાવાદ,તા. 29 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા હતા. બે દિવસ દરમ્યાન ભરચક્ક છે. સુરત, ભાવનગર, અમદાવાદ, અંબાજી ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે અને કરોડો રુપિયાના વિકાસ કામોના ખાતમુર્હુત-લોકાર્પણ કરશે. નેશનલ ગેમ્સના ઉદ્દઘાટનથી માંડીને મેટ્રો રેલને લીલીઝંડીના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીના બે દિવસના કાર્યક્રમનો સુરતથી પ્રારંભ થયો છે. આજે સવારે સુરત એરપોર્ટ પર હવાઈ માર્ગે આવી પહોંચ્યા હતા અને સીધા કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં 370 કરોડના ડ્રીમ સીટી સહિત 3400 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. પાણી પુરવઠા,ડ્રેનેજ,બાયો ડાયવર્સિટી વગેરે પ્રોજેક્ટનો તેમાં સમાવેશ થાય છે.

► સુરતમાં આગમન બાદ મહત્વાકાંક્ષી યોજનાઓનું લોકાર્પણ : સાંજે નેશનલ ગેમ્સનું ઉદ્દઘાટન તથા વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં હાજરી

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરત બાદ બપોરે વડાપ્રધાન મોદીનો ભાવનગર કાર્યક્રમ છે જ્યાં ત્રણ કિલોમીટર લાંબા રોડ-શો ઉપરાંત 100 કરોડના ખર્ચે તૈયાર થયેલા સાયન્સ સેન્ટરની ભેટ આપશે તેમજ રૂા. 4000 કરોડના ખર્ચે બનનારા વિશ્વના પ્રથમ સીએનજી ટર્મીનલનું ખાતમુર્હુત કરશે. વડાપ્રધાન મોદી સાંજે અમદાવાદના કાર્યક્રમોમાં હાજરી આપશે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે નેશનલ ગેમ્સનું ઉદ્દઘાટન કરશે. તથા ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન સેન્ટર પાસે આયોજીત વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપશે અને માતાજીની આરતી ઉતારશે.

► અમદાવાદ મેટ્રો ટ્રેનનું ઉદ્દઘાટન, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી તથા અંબાજીમાં પણ અનેકવિધ પ્રોજેક્ટો ખુલ્લા મુકવાના કાર્યક્રમો

માતાજીના ઉપાસક તથા નવરાત્રીમાં નવ દિવસના ઉપવાસ કરતા વડાપ્રધાન મોદીના પ્રવાસને પગલે જબરો ઉત્સાહ છે. વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે સર્વત્ર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે પણ વડાપ્રધાન મોદીના ભરચક્ક કાર્યક્રમો છે. તેમના દ્વારા અમદાવાદમાં અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરશે. એપરેલ પાર્કથી થલતેજના 32 કિલોમીટરના રુટનું ઉદ્દઘાટન કરશે. પ્રથમ તબક્કાના આ પ્રોજેક્ટમાં 12900 કરોડનો ખર્ચ થયો છે. આ ઉપરાંત ગાંધીનગર-મુંબઈ વચ્ચેની વંદેભારત એક્સટ્રેનને લીલીઝંડી આપશે.અમદાવાદ બાદ અંબાજીમાં 7200 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરશે. પ્રધાન આવાસ યોજના હેઠળના 45000 આવાસોનું લોકાર્પણ-ખાતમુર્હુત કરશે. નવી બ્રોડગેજ લાઇનનું ખાતમુર્હુત કરશે.

ગુજરાત આગમન પૂર્વે વડાપ્રધાન મોદીના ચાર ટ્વિટ
* વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે તે પૂર્વે ગુજરાત મુલાકાતનો અદકેરો આનંદ-ઉતેજના હોવાનું દર્શાવતા ચાર ટવિટ કર્યા હતા.
* તેઓએ ટવિટમાં કહ્યું કે આજે અને આવતીકાલે શ્રેણીબધ્ધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે અને તેમાં વિવિધ ક્ષેત્રો તથા રાજ્યના વિવિધ ભાગોના વિકાસ કાર્યો સામેલ છે.
* સુરત તથા ભાવનગરની મુલાકાતના પણ અલગ-અલગ ટવિટ કર્યા હતા જ્યાં અનુક્રમે 3400 તથા 5200 કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત-લોકાર્પણ થવાનું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement