હાઈવે પર દુર્ઘટના માટે એન્જીનીયરો અને રોડ સેફટી ઓફિસરોની જવાબદારી ફિકસ થશે

29 September 2022 11:29 AM
India
  • હાઈવે પર દુર્ઘટના માટે એન્જીનીયરો અને રોડ સેફટી ઓફિસરોની જવાબદારી ફિકસ થશે

♦ લોકોની સુરક્ષા સાથે ચેડા કરનારાઓ પર લગામ કરશે સરકાર

♦ હાઈવે નિર્માણ દરમિયાન રોડ માર્કીંગ સાઈન, તીવ્ર વળાંક પર ક્રેશ બેરિયર્સ જેવા મામુલી સુરક્ષા ઉપાયોનું કામ અધુરુ રહેતું હોવાનું બહાર આવતા નિર્ણય

નવી દિલ્હી તા.29
કેન્દ્ર સરકારે માર્ગ સુરક્ષા સાથે સમાધાન કરનાર હાઈવે એન્જીનીયરો પર લગામ કરાવા નિર્ણય કર્યો છે. હાઈવે એન્જીનીયરીંગની ખામીથી થનારા માર્ગ અકસ્માતો માટે સંબંધીત રોડ સેફટી ઓફિસરને જવાબદાર ઠેરવવામાં આવશે.

ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઈ) એ 22 સપ્ટેમ્બરે ઉપરોક્ત નીતિગત નિર્દેશ વિભાગના બધા ક્ષેત્રીય અધિકારીઓ (આરઓ) અને પરિયોજના નિર્દેશકો (પીડી)ને ઈસ્યુ કર્યા છે.

તેમાં ઉલ્લેખ છે કે કોઈપણ નેશનલ હાઈવેનું નિર્માણ કાર્ય પુરું થયા બાદ સંબંધીત રોડ સેફટી ઓફીસર કાર્ય પુર્ણ થયાનું પ્રમાણપત્ર જાહેર કરે છે. આ પ્રક્રિયામાં અધિકારી માર્ગ સુરક્ષા કાર્યોનું ઓડિટ કરે છે. આનો અર્થ એ છે કે બનાવવામાં આવેલ નવા હાઈવે માર્ગ યાત્રીઓ માટે પુરી રીતે સુરક્ષિત અને વિશ્વસનીય છે.

એવું જોવામાં આવ્યુ છે કે હાઈવે નિર્માણ દરમિયાન રોડ માર્કીંગ, સાઈનેઝ તીવ્ર વળાંક પર ક્રેશ બેરિયર જેવી મામુલી સુરક્ષા ઉપાય લાગુ કરવાનું કામ અધૂરું રહે છે, તેમ છતાં રોડ સેફટી ઓફિસર કાર્ય પુરુ થયાનું પ્રમાણપત્ર જાહેર કરી દે છે. આ યાત્રીઓની સુરક્ષા સાથે ચેડા છે. આથી દેશમાં માર્ગ અકસ્માતો અને તેમાં મરનારાઓની સંખ્યા વધી રહી છે.

નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે રોડ સેફટી ઓડિટ દરમિયાન માર્ગ સુરક્ષા સંબંધ બધા ઉપાયોને ગંભીરતાથી લાગુ કરવાની છે. આ કામ 30 દિવસમાં પુરુ કરવું અનિવાર્ય છે. જો હાઈવે એન્જીનીયરીંગની ત્રુટીઓ અને માર્ગ સુરક્ષાના અભાવથી દુર્ઘટના થાય તો કાર્ય પૂર્ણ થયા છે, પ્રમાણપત્ર ઈસ્યુ કરનાર એનએચએઆઈના સંબંધીત રોડ સેફટી ઓફીસરને જવાબદાર ઠેરવવામાં આવશે.

ભારતમાં ચિંતાજનક માર્ગ દુર્ઘટનાના બનાવો
► માર્ગ અકસ્માતમાં વર્ષ 2020ના આંકડા મુજબ વિશ્ર્વમાં મરનારા દર 10માં એક વ્યક્તિ ભારતનો હોય છે.
► માર્ગ અકસ્માતમાં ભારત વિશ્ર્વમાં પ્રથમ ક્રમે છે. રોડ માર્કીંગ, સાઈન વગેરે નાના ઉપાયો નહી કરવાથી વર્ષ 2020માં 58,736 માર્ગ અકસ્માતમાં 13542ના મોત થયા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement