ગેહલોટ દિલ્હીમાં: આજે સોનિયા સાથે નિર્ણાયક બેઠક

29 September 2022 11:31 AM
India Politics
  • ગેહલોટ દિલ્હીમાં: આજે સોનિયા સાથે નિર્ણાયક બેઠક

► કોંગ્રેસમાં નવા રાષ્ટ્રીય પ્રમુખપદ માટે નામાંકનનો કાલે છેલ્લો દિવસ: હજું ચિત્ર અસ્પષ્ટ

નવી દિલ્હી: કોંગ્રેસ પક્ષના નવા રાષ્ટ્રીય પ્રમુખ નિશ્ર્ચિત કરવાની પ્રક્રિયામાં રાજસ્થાનમાં સર્જાયેલી કટોકટીમાં હવે આજનો દિન મહત્વનો સાબીત થશે. એક તરફ રાષ્ટ્રીય પ્રમુખ માટેની નામાંકનની પ્રક્રિયા આવતીકાલે પુરી થઈ રહી છે અને હજું સુધી કોઈ એક નેતાએ પોતાની ઉમેદવારી નોંધાવી નથી

► હજું પણ પોતાની શરતો સાથે પક્ષનું સુકાન સંભાળવાની તૈયારી: પાઈલોટ- નહી નો એક મંત્ર

તો બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોટ દિલ્હી પહોંચ્યા છે અને આજે તેઓ પક્ષના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીને મળશે તથા બાદમાં તેઓ પોતાનો વ્યુહ જાહેર કરશે. કોંગ્રેસ મોવડીમંડળે આ પુર્વે મુખ્યમંત્રી અશોક ગેહલોટને રાજયમાં પક્ષના ધારાસભ્યોની બેઠક બોલાવી તેમાં નવા મુખ્યમંત્રી સહિત તમામ નિર્ણયો લેવાની સતા પક્ષના કાર્યકારી અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીને આપતો એક લીટીનો પ્રસ્તાવ પસાર કરાવવા જણાવ્યુ છે. અગાઉ તા.25 સપ્ટેમ્બરના આ પ્રસ્તાવ પસાર થનાર હતો

► રાજસ્થાનમાં પક્ષના ધારાસભ્યોની બેઠક બોલાવી: મુખ્યમંત્રી સહિતના નામ માટે સોનિયાને સતા આપતો ઠરાવ પસાર કરવા તાકીદ

પણ આ બેઠક ગેહલોટ જુથે મળવા જ દીધી ન હતી. દિલ્હી પહોંચેલા શ્રી ગેહલોટે તેમના રાજયની ઘટનાઓને નાની-મોટી ગણાવી હતી અને પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીના નિર્ણયને માન્ય રાખવાની પણ તૈયારી બતાવી હતી પણ માનવામાં આવે છે કે શ્રી ગેહલોટ સમગ્ર પ્રક્રિયા જો શાંતિપૂર્વક કરવી હોય તો તેમની શરતોએ કરવા તૈયારી દર્શાવી હતી જેમાં સચીન પાઈલોટને મુખ્યમંત્રી પદ નહી તે મુખ્ય શર્ત છે. હવે સોનિયા ગાંધી આ મુદે શું વલણ અપનાવે છે તેના પર નજર છે.


સચીન પાઈલોટના પણ દિલ્હીમાં ધામા: મુખ્યમંત્રી પદ સિવાય કશું ઓછું નહી સ્વીકારે
નવી દિલ્હી: કોંગ્રેસમાં નવા રાષ્ટ્રીય પ્રમુખપદ માટે એક તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટે સર્જવા નાટયાત્મક દ્રશ્યો વચ્ચે હજું એક પણ નામાંકન થયુ નથી પણ પક્ષ મોવડીમંડળ શ્રી અશોક ગેહલોટને સુકાન સંભાળી લેવા જણાવે તેવી શકયતા છે. જયારે રાજસ્થાનમાં સચીન પાઈલોટને જ નવા મુખ્યમંત્રી બનાવવાની ફોર્મ્યુલા પણ યથાવત રાખશે.

સચીન પાઈલોટ પણ બે દિવસથી દિલ્હીમાં કેમ્પ કરીને બેઠા છે અને મોવડીમંડળના નિર્ણયની રાહ જુએ છે. કોંગ્રેસ પ્રમુખપદ માટે પક્ષના સાંસદ શશી થરૂરે કાલે ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે તો હવે મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી દિગ્વીજયસિંહ પણ મેદાનમાં આવ્યા છે તો જો ગેહલોટ ના માને તો પછી મલ્લીકાર્જુન ખડગેને નવા પ્રમુખ બનાવવાની પણ તૈયારી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement