કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાનાં ઘરે તસ્કરો ત્રાટક્યા

29 September 2022 11:35 AM
Surendaranagar Gujarat Politics Saurashtra
  • કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાનાં ઘરે તસ્કરો ત્રાટક્યા
  • કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાનાં ઘરે તસ્કરો ત્રાટક્યા
  • કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાનાં ઘરે તસ્કરો ત્રાટક્યા

સુરેન્દ્રનગરમાં બંધ મકાનમાં સામાન વેરવિખેર: સાંસદનો પરિવાર પરત ફરે બાદ આંકડો માલુમ પડશે: પોલીસે ઘરમાં તપાસ કરી

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. 29 : સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુજપરાના મકાનમાં તસ્કરો ટાટકીયા છે અને હાલમાં પોલીસ તંત્રમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. હાલમાં જાણવા મળી રહ્યું છે કે સાંસદ અને કેન્દ્રીય મંત્રી નો પરિવાર બહાર છે. ત્યારે તસ્કરોએ બંધ મકાન જોઈ અને તેમાં ત્રાટકયાનો અંદાજ સેવાય રહ્યો છે. ઘરમાં ચોરી થવાનો મામલો પણ સામે આવ્યો છે પરંતુ હાલમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ના પરિવારજનો જ્યારે ઘરે પરત ફરશે

ત્યારે સાચો અંદાજ આવશે અને તપાસ હાથ ધરવામાં આવશે તેવું હાલમાં પોલીસ જણાવી રહી છે. પરંતુ હાલ તો ચોરીનો મામલો સામે આવ્યો છે ત્યારે, સામાન્ય જનતા તો સલામત સુરેન્દ્રનગર શહેરમાં છે જ નહીં પરંતુ હાલમાં તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હોય તેવો સમય આવ્યો છે અને સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપરાના મકાનમાં પણ તસ્કરો ત્રાટકયા છે ત્યારે કેટલી મતા માલ રોકડ રકમ કેટલી તસ્કરી કરી ગયા છે તે પરિવાર આવ્યા બાદ જાણવા મળશે. પરંતુ પોલીસ તંત્રમાં પણ ફફડાટ સર્જાયો છે

ત્યારે વિગતો જાણવા માટે તેમના ભાઈ જસ્મીનભાઈ મુજપરાનો સંપર્ક સાધવાની કોશિશ કરી પરંતુ હાલમાં મોબાઈલ તેમનો ઉપડયો નથી અને હાલમાં સાચી માહિતી મળી રહી નથી અને હજુ સુધી પોલીસ ફરિયાદ પણ નોંધાવા પામેલ નથી. હાલમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રીને ત્યાં તસ્કરો ત્રાટકયા છે તેના સીસીટીવી ફૂટેજો મેળવવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડીવાયએસપી અને સુરેન્દ્રનગર એલસીબી શાખા વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement