પતિ સેકસપાવરની દવા લઇ શારિરીક સબંધ બાંધતો : પરિણીતાની પોલીસ ફરિયાદ

29 September 2022 11:39 AM
Rajkot Crime
  • પતિ સેકસપાવરની દવા લઇ શારિરીક સબંધ બાંધતો : પરિણીતાની પોલીસ ફરિયાદ

► જામકંડોરણા પંથકના એક ગામની ઘટના, પરિણીતાને ઉપલેટા, ધોરાજી બાદ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવી પડી

► ઉપલેટા પંથકની યુવતિના છ મહિના પહેલા જ લગ્ન થયા હતા

રાજકોટ, તા.29 : જિલ્લાના જામકંડોરણા પંથકની એક પરિણીતાનો પતિ સેકસપાવરની દવા લઇ શારીરિક સંબંધ બાંધતો હોવાથી તેણીની તબિયત બગડતા ધોરાજી, ઉપલેટા બાદ જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. અહીં તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ પરિણીતાના લગ્ન છ મહિના પહેલા જામકંડોરણાના એક ગામના વતની યુવક સાથે થયા હતા. લગ્ન જીવનની શરૂઆતથી જ સાસુ સસરા, જેઠ જેઠાણી, નણંદ કરીયાવર બાબતે મેણાટોણા મારતા અને પતિની કાન ભંભેરણી કરી માનસિક ત્રાસ આપતા હતા.

આ ઉપરાંત પતિ અવારનવાર શરીર સંબંધ બાંધવા સેકસ પાવર વધારવાની દવા લેતા અને ઢીકાપાટુનો માર મારતા શારીરિક સબંધ બાંધ્યા બાદ મને નબળાઇ આવી જતા પરિણીતાએ પ્રથમ ધોરાજીની ખાનગી હોસ્પિટલ બાદ ઉપલેટાની ખાનગી હોસ્પિટલ અને છેલ્લે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જામકંડોરણા પોલીસે પરિણીતાની ફરિયાદ ઉપરથી પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી અને નણંદ વિરૂધ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ કરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement