અમદાવાદમાં 600 ડ્રોન શો અભૂતપૂર્વ શો: આકાશ ઝળહળ્યું: મોદીએ ફોટા શેર કર્યા

29 September 2022 11:47 AM
Ahmedabad Gujarat Top News
  • અમદાવાદમાં 600 ડ્રોન શો અભૂતપૂર્વ શો: આકાશ ઝળહળ્યું: મોદીએ ફોટા શેર કર્યા
  • અમદાવાદમાં 600 ડ્રોન શો અભૂતપૂર્વ શો: આકાશ ઝળહળ્યું: મોદીએ ફોટા શેર કર્યા
  • અમદાવાદમાં 600 ડ્રોન શો અભૂતપૂર્વ શો: આકાશ ઝળહળ્યું: મોદીએ ફોટા શેર કર્યા
  • અમદાવાદમાં 600 ડ્રોન શો અભૂતપૂર્વ શો: આકાશ ઝળહળ્યું: મોદીએ ફોટા શેર કર્યા

વિવિધ થીમ પરના ડ્રોન શોખેે જબરૂ આકર્ષણ જમાવ્યું: સાબરમતી રીવરફંટ પર લોકો ઉમટયા

અમદાવાદ,તા.29
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ડ્રોન શો યોજાયો હતો. નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન પહેલા લોકોમાં ઉત્સાહ વધારવા માટે આ ડ્રોન શો યોજાયો હતો. જેમાં દિલ્હીના આઇઆઇટીના વિદ્યાર્થીઓ દ્વારા મેક ઇન ઇન્ડિયા એટલે કે સ્વદેશી 600 જેટલા ડ્રોન મારફતે આકાશી ડ્રોન શો કરવામાં આવ્યો હતો. આકાશમાં ડ્રોન મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલકમ પીએમ મોદી, ભારત દેશનો નકશો, વંદે ગુજરાત, આઝાદી કા અમૃત મહોત્સવ અને નેશનલ ગેમ્સનો લોગો વગેરે ડ્રોન મારફતે આકાશમાં જોવા મળ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ટ્વિટ કરીને તેની તસ્વીરો શેર કરવામાં આવી હતી.

36માં નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન પહેલાં અમદાવાદમાં સૌપ્રથમવાર ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજના પૂર્વ છેડે આ ડ્રોન શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રમતગમત અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ ડ્રોન શો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 600 જેટલા મેક ઇન ઇન્ડિયા ડ્રોન દ્વારા આકાશમાં વિવિધ થીમ અને ડિઝાઇન લોકોને દર્શાવવામાં આવી હતી.

સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોદી સ્ટેડિયમમાં 36માં નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરવામાં આવશે. ઉદઘાટન પહેલાં અમદાવાદ શહેરને શણગારવામાં આવ્યું છે અને ઠેર ઠેર નેશનલ ગેમ્સની રેપ્લીકા, પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. લોકોમાં ઉત્સાહ વધારવા માટે રમતગમત વિભાગ દ્વારા અનેક આયોજનો કરવામાં આવ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement