ઓખા-દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે દોડશે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન:ટિકિટો બુકિંગ 1 ઓક્ટોબરથી શરૂ થશે

29 September 2022 11:50 AM
Veraval Rajkot
  • ઓખા-દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે દોડશે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન:ટિકિટો બુકિંગ 1 ઓક્ટોબરથી શરૂ થશે

રાજકોટ:તા 29
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા સાથે વિંટર સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09523/24 ઓખા - દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ 14 ટ્રીપ છે .

ટ્રેન નં. 09523 ઓખા - દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી સવારે 10.00 વાગ્યે ઉપડશે, રાજકોટ તે જ દિવસે બપોરે 14.45 વાગ્યે આવશે અને બીજા દિવસે સવારે 10.10 વાગ્યે દિલ્હી સરાય રોહિલા પહોંચશે. આ ટ્રેન 18 ઓક્ટોબર થી 29 નવેમ્બર, 2022 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા - ઓખા સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલ્લા થી દર બુધવારે બપોરે 13.20 કલાકે ઉપડશે.

રાજકોટ બીજા દિવસે સવારે 09.00 કલાકે અને 13.50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 19 ઓક્ટોબર થી 30 નવેમ્બર, 2022 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓ માં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ જં., સુરેન્ દ્રનગર જં., વિરમગામ જં., મહેસાણા જં., ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર જં., આબુ રોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, જં. અજમેર જં., કિશનગઢ, જયપુર, ગાંધી નગર જયપુર, બાંદીકુઇ, અલવર અને રેવાડી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેક્ધડ ક્લાસ જનરલ કોચ હશે. ટ્રેન નંબર 09523નું બુકિંગ 1 ઓક્ટોબર, 2022 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને ઈંછઈઝઈની વેબસાઇટ પર શરૂ થશે.


Related News

Advertisement
Advertisement
Advertisement