કેવી રીતે જશું? અમેરિકામાં વીઝીટર્સ વિસા એપોઈન્ટમેન્ટ માટે પણ બે વર્ષનું વેઈટીંગ

29 September 2022 11:52 AM
Ahmedabad Gujarat World
  • કેવી રીતે જશું? અમેરિકામાં વીઝીટર્સ વિસા એપોઈન્ટમેન્ટ માટે પણ બે વર્ષનું વેઈટીંગ

♦ સંતાનો વિદેશમાં.... માતાપિતાને બોલાવી શકતા નથી

♦ ડ્રીમ કન્ટ્રીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ-સેટલ થયેલા ગુજરાતીઓના કુટુંબીજનોને વિડીયોકોલથી સંતોષ માનવો પડે છે

અમદાવાદ: અમેરિકા-ડ્રીમ તો મુશ્કેલ જ છે પણ વિેશ્વના આ સૌથી વધુ આકર્ષણ ધરાવતા દેશમાં વિસીટર્સ વિસા પર જવા માટે પણ તમારે ઓછામાં ઓછી બે-ત્રણ વર્ષ કે તેથી વધુ સમયની રાહ જોવી પડશે. હાલમાં જ અમેરિકાએ તેના વિઝા સ્લોટ ખોલ્યા છે અને તેના પરથી એ નિશ્ચિત થઈ રહ્યું છે કે અમેરિકામાં વિઝીટર્સ વિસા માટે જે એપોઈન્ટમેન્ટની પ્રક્રિયા છે.

તેઓ છેક નવેમ્બર 2024ની તારીખ મળે છે અને તે બાદ વિસા ઉપલબ્ધ થશે અને તે પછી તમો અમેરિકા આ વિસા કેટેગરી હેઠળ પ્રવાસ કરી શકશો. જેના કારણે હાલ અમેરિકામાં વસતા લાખો ભારતીયોના કુટુંબીજનો પરેશાન છે કે તેમના સંતાનો અમેરિકામાં સ્થાયી થઈ રહ્યા છે અને તેમ છતાં માતા-પિતા કે કુટુંબના કોઈ સભ્યને વિઝીટર્સ વિસા પર પણ બોલાવી શકાતા નથી.

વાસ્તવમાં બે વર્ષના કોવિડ કાળમાં જે રીતે વિસા પ્રક્રિયા ઠપ્પ રહી તેના કારણે આ લાંબુ બેકલોગ સર્જાયુ છે અને હવે વિઝીટર્સ વિસા માટે તમો અરજી કરો તો છેક 2025માં તમોને એપોઈન્ટમેન્ટ મળશે. ફકત વિઝીટર્સ વિસા જ નહી. નોન-ઈમીગ્રેશન વિસા વેઈટીંગ બે વર્ષથી વધુનું પેન્ડીંગ છે.

જો કે તે ભારતના શહેરો મુજબ અલગ અલગ છે. દિલ્હીમાં વિઝીટર્સ વિસાનું વેઈટીંગ પીરીયડ 758 દિવસ છે. સ્ટુડન્ટ એકસચેંજ વિસા માટે 444 દિવસે અને અન્ય વિસા માટે 354 દિવસનો એપોઈન્ટમેન્ટ વેઈટીંગ પીરીયડ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement