ડેબ્યુ મેચમાં આમીર જમાલની કમાલ: પાંચમી ટી-20માં પાક. સામે ઈંગ્લેન્ડનો છ રને પરાજય

29 September 2022 11:55 AM
India Sports World
  • ડેબ્યુ મેચમાં આમીર જમાલની કમાલ: પાંચમી ટી-20માં પાક. સામે ઈંગ્લેન્ડનો છ રને પરાજય

કેપ્ટન મોઈન અલી છેવટ સુધી ક્રિઝ પર રહ્યો પણ જીત ન અપાવી શક્યો: સાત મેચની શ્રેણીમાં પાકિસ્તાન 3-2થી આગળ

નવીદિલ્હી, તા.29
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી પાંચમી ટી-20 મેચમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડને પાંચ રને પરાજય આપ્યો છે અને આ સાથે જ સાત મેચની શ્રેણીમાં 3-2થી આગળ થઈ ગયું છે. પાકિસ્તાને પહેલાં બેટિંગ કરતાં 19 ઓવરમાં 145 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડને અંતિમ ઓવરમાં જીત માટે 15 રનની જરૂર હતી અને બોલ પોતાની ડેબ્યુ મેચ રમી રહેલા આમિર જમાલના હાથમાં હતો. જમાલે પોતાની આ ઓવરમાં માત્ર નવ જ રન આપતાં પાકિસ્તાનને પાંચ રને રોમાંચક જીત મળી હતી.

મહેમાન ઈંગ્લેન્ડ માટે કેપ્ટન મોઈન અલીએ સૌથી વધુ અણનમ 51 રનની ઈનિંગ રમી હતી. તેના ઉપરાંત ડેવિડ મલાને 36 અને સેમ કરેને 17 રનનું યોગદાન આપ્યું હતું.

આ પહેલાં પાકિસ્તાને બેટિંગ કરતાં 19 ઓવરમાં 145 રન બનાવ્યા હતા. મેજબાન ટીમ માટે રિઝવાને 48 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 63 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે ઈફ્તિખાર અહમદે 15 અને પોતાની ડેબ્યુ મેચ રમી રહેલા આમીર જમાલે 10 રન બનાવ્યા હતા. બાકી બેટરો બે આંકના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહોતા. ઈંગ્લેન્ડ વતી માર્ક વુડે ત્રણ અને ડેવિડ વિલી તેમજ સેમ કુરેને બે-બે વિકેટ મેળવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement