નેશનલ ગેમ્સમાં ઑલિમ્પિક-કૉમનવેલ્થ ગેમ્સના અનેક ખેલાડીઓ નહીં રમે

29 September 2022 11:57 AM
India Sports
  • નેશનલ ગેમ્સમાં ઑલિમ્પિક-કૉમનવેલ્થ ગેમ્સના અનેક ખેલાડીઓ નહીં રમે

♦ ઑલિમ્પિક એસો.એ. નેશનલ ગેમ્સમાં રમવું ફરજિયાત કર્યું હોવા છતાં ઈજાનો હવાલો આપી ખેલાડીઓએ હાથ ઉંચા કરી દીધા: વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, જેરેમી લાલરિનનુંગા, પી.વી.સિંધી, કિદામ્બી શ્રીકાંત સહિતના ખેલાડીઓ નેશનલ ગેમ્સમાં રમશે નહીં

♦ મીરાબાઈ ચાનુ, અચિંતા શેઉલી, પહેલવાન નવીન, દિવ્યા કાકરાન સહિતના ખેલાડીઓ નેશનલ ગેમ્સનું બનશે આકર્ષણ

નવીદિલ્હી, તા.29
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા કૉમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓને નેશનલ ગેમ્સમાં રમવું ફરજિયાત કરવામાં આવ્યું હતું પરંતુ અનેક ખેલાડીઓએ ઈજાનો હવાલો આપીને નેશનલ ગેમ્સ રમવાનું ટાળી દીધું છે. ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ નીરજ ચોપડા અને સિલ્વર મેડલ વિજેતા પહલવાન બજરંગ બાદ ટોક્યોમાં જ સિલ્વર મેડલ જીતનારા પહલવાન રવિ કુમાર અને રિયો ઓલિમ્પિકની મેડલિસ્ટ સાક્ષી મલિક નેશનલ ગેમ્સમાં જોવા મળશે નહીં.

એશિયન રમતોની ગોલ્ડ મેડલ વિજેતા વિનેશ, બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનારા પહલવાન દીપક પુનિયા, વેઈટલિફ્ટર જેરેમી લાલરિનનુંગા, સિલ્વર મેડલ વિજેતા સંકેત સર્ગર, ગુરદીપ સિંહ પણ નેશનલ ગેમ્સમાં રમશે નહીં. આ તમામ ઈજાગ્રસ્ત થવાનો હવાલો આપ્યો છે. જ્યારે બેવારની ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી.સિંધુ અને કિદામ્બી શ્રીકાંત પણ આ ગેમ્સનો હિસ્સો નહીં બને.

જ્યારે બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી બોક્સર પૂજા સિહાગ પણ આ રમતોનો હિસ્સો બનશે નહીં. તાજેતરમાં જ તેના પતિનું નિધન થયું હતું. હવે આ રમતોનું મુખ્ય આકર્ષણ વેઈટ લિફ્ટર મીરાબાઈ ચાનુ, બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનારી અચિંતા શેઉલી, પહલવાન નવીન, દિવ્યા કાકરાન, પૂજા ગહલોત, દીપક, મોહિત, શટલર એચ.એસ.પ્રણય, એથ્લીટ અવિનાશ સાબલે, ટ્રીપલ જમ્પર એલ્ડોસ પૉલ, લાંગ જમ્પર મુરલી શ્રીશંકર, ફેન્સર ભવાની દેવી, વેઈટલિફ્ટર બિંદિયા રાની હશે. સિંધુ કૉમનવેલ્થ રમતો બાદ જ ઈજાગ્રસ્ત થઈ ગઈ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement